રવિવાર, 22 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 18 નવેમ્બર 2021 (09:07 IST)

ફરી બનાસકાંઠાની ધરા ધ્રૂજી, વહેલી સવારે અનુભવાયો ભૂકંપ

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની સાથે રાજસ્થાનની સીમા પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાલનપુરમાં આજે સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સવારે 3.1ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધરતી ધણધણી ઉઠી હતી. સવારે 3.46 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પાલનપુરમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડર જોવા મળ્યો હતો. વહેલી સવારે ભૂકંપ અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. પાલનપુરથી 61 કિમી તેનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં બે દિવસમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે પણ  પાલનપુરમાં સાંજનાં સમયે 4.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી 136 કિલોમીટર દુર નોંધાયું હતું. ભૂકંપના આંચકા પાલનપુર સહિતનાં આસપાસના ગામડાઓમાં પણ અનુભવાયા હતા. ભૂકંપના કારણે કોઇ નુક્સાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. 
 
મહત્વની બાબત એ છે કે, ભૂકંપના આંચકાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નહોતું ત્યારે વધુ એક ભૂકંપના આંચકાથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ભૂકંપના આંચકા ગ્રામીણ વિસ્તારોમાં પણ અનુભવાતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.  ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં એક ભયનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ પાલનપુર અને તેની આસપાસનાં વિસ્તારમાં પણ ભૂકંપના આંચકાઓનો અનુભવ થતાં લોકો ઘરની બહાર દોડી ગયા હતા.
 
બીજી તરફ દિલ્હીના ઉત્તરી ક્ષેત્રમાં 48 કિમી દોર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એએનઆઇના અનુસાર મંગળવારે રાત્રે લગભગ 10 વાગે ભૂકંપનો આંચકો અનુભવાઓ હતો. જોકે તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પ્રમાણે 2.8 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અનુસાર ભૂકંપ પૃથ્વીની સપાટીથી 10 કિમી નીચે 29.05 અક્ષાંશ અને 77.20 દેશાંતર પર કેંદ્રીત હતો.