રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 નવેમ્બર 2023 (12:05 IST)

કચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો,તીવ્રતા 3.0ની નોંધાઈ

earthquake
કચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વાત જાણે એમ છે કે, ગઈકાલે ભૂકંપનો આંચકો અનુભવ્યાં બાદ હવે ફરી એકવાર આજે સવારે કચ્છની ધરા ધ્રુજી ઉઠી છે. વિગતો મુજબ આજે સવારે કચ્છના ધોળાવીરા નજીક ધરતીકંપ આવ્યો હતો.

આ અગાઉ ગઈકાલે પણ 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 15 કિલોમીટર દૂર નોંધાયું હતું. કચ્છના ધોળાવીરા નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વિગતો મુજબ આજે સવારે 6:55 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.0ની નોંધાઈ છે. આ સાથે ધોળાવીરાથી 16 કિલોમીટર દૂર ભૂકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયું છે. દિવાળીના તહેવારો બાદ હવે ફરી એકવાર કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વિગતો મુજબ ગઈકાલે પણ કચ્છની ધરા ધરતીકંપથી ધ્રુજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2ની નોંધાઈ હતી. આ તરફ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 15 કિલોમીટર દૂર નોંધાયું હતી. ફરી એકવાર ભૂકંપના આંચકાથી સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.