જુનાગઢના પૂર્વ કોર્પોરેટની સરેઆમ હત્યા, રાજકોટથી પકડાયા 3 આરોપી  
                                       
                  
				  				   
				   
                  				  જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની જાહેરમાં જ ઘાતકી હત્યા કરવામાં આવતાં શહેરમાં ખળભટાળ મચી જવા પામ્યો છે. પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશ પરમારની ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સો શરીર પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને હત્યા કરીને ફરાર થઇ ગયા હતા. 
				  										
							
																							
									  
	 
	પ્રાપ્ત માહિતી અનુસાર જુનાગઢ શહેરમાં બિલખા રોડ પર આવેલ રામ નિવાસ નજીક બપોરના બારેક વાગ્યાની આસપાસ પૂર્વ મેયર અને કોંગ્રેસના આગેવાન લાખાભાઇ પરમારનો પુત્ર ધર્મેશભાઇ પરમાર (ઉ.વ.49) એકટિવા પર જઇ રહ્યો હતો તે સમયે તેનો પીછો કરી અજાણ્યા શખ્સોએ અચાનક તીક્ષણ હથિયારો વડે ઘર્મેશભાઇ પર જીવલેણ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત ધમેશ પરમારને હોસ્પિટલમાં ઘસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
				  
	 
	આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પોલીસ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં આસપસાના સીસીટીવી ફંફોળ્યા હતા જેમાં ત્રણ શંદાસ્પદો નજરે પડ્યા હતા. જેમાં ત્રણેય શખ્સો રાજકોટ તરફ જતા દેખાયા હતા. આથી રાજકોટ પોલીસને જાણ કરવામાં આવી હતી. 
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	જૂનાગઢમાં હત્યાને અંજામ આપનારા ત્રણ શખ્સો રાજકોટ તાલુકા પોલીસના હાથે ઝડપાયા છે. ત્યારબાદ જૂનાગઢ એસઓજીએ ત્રણેય આરોપીઓનો કબજો લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તબક્કે કોઇ રાજકીય હત્યામાં હત્યા કરી હોવાનું લાગી રહ્યું છે.