શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 18 સપ્ટેમ્બર 2018 (14:12 IST)

Live- કોંગ્રેસનું કિસાન આંદોલન બન્યુ હિંસક, વિધાનસભા બહાર કોંગ્રેસના ધારાસભ્યે મહિલા PSIને માર્યો ધક્કો?

- આજે વિધાનસભામાં પ્રવેશ દરમિયાન પોલીસ દ્વારા અટકાવવામાં આવતાં કોંગ્રેસના ધારાસભ્યો નૌશાદ સોલંકી, જાવેદ મહોમંદ પીરઝાદા સહિતના ચાર  ધારાસભ્યો વિધાનસભાના ગેટ સામે બેસી ગયાને કર્યો સૂત્રોચ્ચાર
-  વિધાનસભા ઘેરાવ કરવા આવેલી મહિલા કાર્યકરોની અટકાયત,
-  કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે સામેથી વ્હોરી ધરપકડ, 
- વિધાનસભા ઘેરાવ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ પોલીસવાનના તોડ્યા કાચ, 
 
- આજે ખેડૂત આક્રોશ સંમેલન બાદ કોંગ્રેસના કાર્યકરો વિધાનસભાનો ઘેરાવ કરવા નીકળ્યા હતા. જોકે, તેઓ ઘેરાવ કરે તે પહેલાં જ તેમની અટકાયત કરી 
 
- આજે કોંગ્રેસ દ્વારા વિધાનસભા ઘેરાવની જાહેરાત કરાઇ છે, ત્યારે સત્યાગ્રહ છાવણી ખાતે પાંખી સંખ્યામાં ખેડૂતો જોવા મળી રહ્યા છે.

ભાજપના ૨૨ વર્ષના શાસનમાં ખેડૂત વિરોધી નીતિને કારણે આર્થિક પાયમાલીમાં ધકેલાયેલાં ખેડૂતોની સંપૂર્ણ દેવામાફીની માગણી સાથે ગુજરાત કોંગ્રેસ દ્વારા મંગળવારે ગાંધીનગરમાં ખેડૂત આક્રોશ રેલી યોજી હલ્લાબોલ કરવામાં આવ્યું છે. ગાંધીનગરના સેક્ટર-૬ ખાતેની સત્યાગ્રહ છાવણીએ સવારે ૯ કલાકે રેલીને સંબોધન કરવામાં આવી ત્યારરબાદ કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો, આગેવાનો અને ખેડૂતો વિધાનસભાને ઘેરાવ કરવા માટે કૂચ કરશે. કોંગ્રેસના તમામ ધારાસભ્યો પોતપોતાના વિસ્તારના ખેડૂતો સાથે આક્રોશ રેલીમાં પહોંચવા માટે આયોજન કર્યું છે,
બીજીતરફ કોંગ્રેસ પ્રેરિત આક્રોશ રેલી અને વિધાનસભાના ઘેરાવના કાર્યક્રમને પગલે વિધાનસભા સંકુલ અને સત્યાગ્રહ છાવણી આસપાસના વિસ્તારમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સવારે ૧૧ કલાકે રેલી સ્થળે આવી પહોંચ્યા હતા અને રેલી સ્થળ પર કોંગ્રેસના ધારાસભ્યો લલિત વસોયા તેમજ કોંગ્રેસના કાર્યકરો મોટા પ્રમાણમાં ઉપસ્થિત હતા જેઓ ખેડૂતોને દેવા માફી અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના હર્ષદ રીબડીયાએ અગાઉ જણાવ્યું હતું કે કોંગ્રેસ ખેડૂતોના દેવા માફીના આંદોલનને જિલ્લે-જિલ્લે અને ગામડે-ગામડે લઈ જશે અને આગામી સમયમાં સરકાર વિરુદ્ધ જોરશોરથી આક્રમક આંદોલન હાથ ધરશે.વિધાનસભાના ટૂંકા ચોમાસું સત્રના પ્રથમ દિવસે વિધાનસભાને ઘેરાવ કરવાના કોંગ્રેસના નિર્ણય અંગે જણાવ્યું કે, ભાજપના શાસનમાં મોંઘા બિયારણ, ખાતર, વીજળી લઈને ઉત્પાદન કરીને ભૂખ્યા લોકોનો જઠરાગ્નિ શાંત કરે છે, પરંતુ તેમને પોષણક્ષમ ભાવ મળતાં નથી. પાક નિષ્ફળ જાય ત્યારે ઊંચું પ્રીમિયમ ભરવા છતાં પાક વીમો મળતો નથી. દેવાના ડુંગર નીચે દબાયેલો ખેડૂત વ્યાજના વિષચક્રમાં ફસાઈને અંતે આત્મહત્યા કરવા મજબૂર બની ગયો છે ત્યારે જગતના તાતને જીવાડવા માટે દેવામાફી કરવી જરૂરી છે. રાજ્યમાં ૫૪ લાખથી વધુ ખેડૂતોમાંથી ૩૬ લાખથી વધુ ખેડૂતો પાંચ એકરથી ઓછી જમીન ધરાવતાં નાના ખેડૂતો છે. ચાલુ વર્ષે નાની-મધ્યમ મુદત માટે કુલ રૂ. ૩૨ હજાર કરોડનું કૃષિ ધિરાણ કરવામાં આવ્યું છે ત્યારે પાક વીમામાંથી ખાનગી કંપનીઓને દૂર કરીને ગામનો રૂપિયો ગામમાં રહે તે રીતે ખેડૂતને જરૂર હોય ત્યારે નાણાં મળી રહે તેવી સરળ યોજના દાખલ કરવા કોંગ્રેસે રાજ્યની ભાજપ સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરી છે. કોંગ્રેસની રજૂઆત બાદ પણ સરકારે ખેડૂતોને દેવાના દુષ્ચક્રમાંથી બહાર કાઢવા માટે કોઈ નિર્ણય કર્યો નથી ત્યારે સૂતેલી સરકારને ઢંઢોળવા માટે આક્રોશ રેલીનું આયોજન કરવું પડ્યું છે. કોંગી નેતાઓએ દાવો કર્યો છે કે, મંગળવારે રાજ્યભરના ખેડૂતો અને કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો ગાંધીનગરની રેલીમાં પહોંચશે અને સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે વિધાનસભાને ઘેરાવ કરશે.