શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 16 ઑક્ટોબર 2021 (18:01 IST)

ખેડૂતોને મળશે મોટી રાહત, અતિવૃષ્ટીથી ખેતીમાં થયેલા નુકસાનની સહાય મુદ્દે મોટી જાહેરાત

ગુજરાતમાં આવેલા અતિક્રમી એવા તૌક્તે વાવાઝોડા અને ત્યારબાદ, અતિવૃષ્ટિ જેવા વરસાદે સૌરાષ્ટ્ર ,ગુજરાતના કેટલાય ખેડૂતોના ઉભા પાકને ધોઈ નાખ્યો પરિણામે ખેડૂત સરકાર સામે કોઈ મોટી રાહત/સહાય જાહેર થાય તે આશાએ બેઠો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે અતિવૃષ્ટીથી ખેતીમાં થયેલા નુકસાનની સહાય મુદ્દે મોટી જાહેરાત કરી છે. રાઘવજી પટેલે જાહેરાત કરી હતી કે, દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા થઈ જશે. આ વચ્ચે રાજ્ય સરકારે જામનગર તાલુકાના કાલાવાડ, ધ્રોલ, જોડિયા, લાલપુર, જામજોધપુર,ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, કોટડા સાંગાણી જેવા વિસ્તારોનો ખેતી સર્વે પૂર્ણ કરી દીધો છે. વધુમાં કુતિયાણા, પોરબંદર તાલુકો, રાણાવાવ,કેશોદ, વિસાવદર, વંથલી, માણાવદર, માંગરોળમાં પણ સર્વે પૂર્ણ કરાયો છે. તો અન્ય 7 જિલ્લામાં સેમ્પલ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.  સરકાર પણ ખેડૂતોની હામી હોય તેમ આ માટે મોટો નિર્ણય કરી શકે છે.ખેડૂતોને રાહત સહાયમાં મોટો વધારો વીઘાદીઠ આપી સરકાર ખેડૂતોના ચહેરા પર હાસ્ય જોવા ઉત્સુક છે.પણ,વિધાદીઠ કેટલી સહાય આપવી તેનો નિર્ણય મુખ્યમંત્રી જ કરશે. 
 
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, અતિવૃષ્ટીથી ખેતીમાં થયેલા નુકસાન અંગે ટૂંક સમયમાં જ રાહત પેકેજ જાહેર થશે. દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા થઈ શકે છે. આ ઉપરાંત તેમણે ખાતરના ભાવ વધારા મુદ્દે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ફર્ટિલાઇઝરમાં ભાવ વધારાની કોઈ જાણકારી નથી. અતિવૃષ્ટી અને પૂરના કારણે ખેતી અને જમીનને નુકસાન થયું છે. નુકસાનનો રાજ્ય સરકારે સર્વે કરાવ્યો છે. જિલ્લા કક્ષાએથી રાજ્ય સરકારને નુકસાનનો અહેવાલ મળ્યો છે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર સહાયની જાહેરાત કરશે. અતિવૃષ્ટિના કાણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. નુકસાનનું વળતર ચૂકવવા માટે રાજ્ય સરકારને અનેક રજૂઆત મળી છે. તમામ ખેડૂતોને સરખો ન્યાય મળે એ માટે સહાય ચૂકવવામાં વિલંબ થયો.