ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : રવિવાર, 24 માર્ચ 2024 (07:48 IST)

અમદાવાદમાં બોપલના TRP મોલમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે

Fierce fire broke out in Bhopal's TRP Mall
Fierce fire broke out in Bhopal's TRP Mall


અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા TRP મોલમાં ભીષણ આગ લાગી છે.  રાત્રે લગભગ 11 પછી આ આગનો બનાવ બન્યો હતો. આગના બનાવ વિશે માહિતી મળતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. આ ઘટના બનવા પાછળનું કારણ શું છે અને કોઈ જીવનું જોખમ ઉભું થયું છે કે કેમ તે અંગે પણ તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.
 
 
જો કે, મોલમાં પેન્ટાલુનના શોર રૂમ તરફના ભાગમાં બિલ્ડિંગના ટોપ ફ્લોરમાં આગ લાગી છે. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા એક કિમી દૂર સુધી ધુમાડો જોવા મળી રહ્યો હતો. ત્યારે ઘટનાની જાણ થતાં 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ સાથે જ 4 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી ગઈ છે.
 
રાતના સમયે આગની ઘટના બનવા પાછળનું કારણ શું છે તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. મૉલમાં જરુરી ફાયર સેફ્ટીની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી કે કેમ તે અંગેની પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી શકે છે.