ગુજરાતના કરણીસેના પ્રમુખે કહ્યું શાંતિ જાળવો નહીં તો રાજીનામું આપીશ

સોમવાર, 22 જાન્યુઆરી 2018 (11:37 IST)

Widgets Magazine
karni sena


કરણી સેનાના પ્રમુખ રાજભા શેખાવતે કહ્યું કે, કાર્યકરો શાંતિ જાળવે અને શાંતિ જાળવવામાં મદદ કરે, તોફાની તત્વો અને અસામાજીક તત્વો પણ આ વિરોધમાં જોડાઈ ગયા છે જેને કારણે કાયદો વ્યવસ્થા ખોરવાઈ છે. જો તોફાનો બંધ નહીં થાય તો હું રાજીનામુ આપી દઈશ. તેથી તોફાનો બંધ કરી શાંતિપુર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરીશું. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, નવસારી, વડગામ, થરાદ, ધોળકા, રાજકોટ વગેરે શહેરો જિલ્લાઓમાં આગચંપીથી માંડી તોડફોડ સહિતના બનાવો

ફિલ્મ પદ્માવતીના વિરોધને લઈને બન્યા છે. કરણી સેના દ્વારા આ વિરોધ પ્રદર્શનને પગલે થઈ રહેલા તોફાનોને જાકારો અપાયો છે. કરણી સેનાના નામે કેટલાક અસામાજીક તત્વો આંદોલનમાં જોડાઈ ગયા છે અને આ પ્રકારની કાયદાને હાથમા લેવાની વૃત્તિથી તોફાનો કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે કરણી સેનાએ પોતાના કાર્યકરોને હિંસા અને તોફાનો અટકાવવાનો અનુરોધ કર્યો છે. અહીં સુધી કે આ વિરોધમાં એક મહિલા પોલીસ કર્મીની છેડતી તેમજ એક પીઆઈ કક્ષાના પોલીસ અધિકારીને ધક્કે ચઢાવવા સહિતના બનાવો બન્યા છે. કરણી સેનાએ આ તમામ અઘટીત ઘટનાઓને નિંદનીય ગણી છે. કરણી સેનાએ આ અંગે કાર્યવાહીની પણ માગ કરી છે. ઈન્ચાર્જ ડીજીપી પ્રમોદકુમારે પણ શાંતિ જાળવવાની અપીલ સાથે વિરોધને અર્થહીન ગણાવતા કડક કાર્યવાહી કરવાની વાત ઉચ્ચારી છે.
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાત કરણીસેના ફિલ્મ પદમાવત પદ્માવત વિરોધ કરણી સેના ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર શાંતિ જાળવો. Padmavat Sensex Karni Sena Film Padmavat ભારત Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Gujarat News Padmavat Story Rajkot News Live Gujarati News Latest Gujarati Samachar Latest Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતમાં 'પદ્માવત' ફિલ્મ સામે વિરોધ વકર્યો, ટાયરો સળગાવાયા, ચક્કાજામ( See Photos)

સંજય લીલા ભણસાલીની વિવાદાસ્પદ ફિલ્મ 'પદ્માવત્' રીલિઝ થવાની તારીખ જેમ નજીક આવી રહી છે તેમ ...

news

ઉતરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત વિશ્વ વિદ્યાલય તીર્થસ્થળ બદ્રિનાથે મંદિરના દ્વાર 11 મે ની સવારે શ્રદ્ધાળુઓ માટે ખોલાશે.

ઉતરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત વિશ્વ વિદ્યાલય તીર્થસ્થળ બદ્રિનાથે મંદિરના દ્વાર 11 મે ની ...

news

Delhi ના બવાના આગનું તાંડવ, 17ના દર્દનાક મોત, લોકોને બચવાની તક સુદ્ધા નહતી મળી, રાષ્ટ્રપતિ-PM-CM એ દુ:ખ વ્યક્ત કર્યું

Delhi ના બવાના આગનું તાંડવ, 17ના દર્દનાક મોત, લોકોને બચવાની તક સુદ્ધા નહતી મળી, ...

news

બ્રહ્મ વિકાસ આયોગની માગણી સાથે તા.૨૬મીએ ગાંધીઆશ્રમથી ગાંધીનગર સુધી રેલી

બ્રહ્મ વિકાસ આયોગ સમિતિ દ્વારા આગામી એપ્રિલ-૨૦૧૮માં ગુજરાતમાં વસતા અને વ્યવસાય કરતા તમામ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine