Fire in surat- સુરતની કડોદરા GIDCમાં પરોઢિયે આગ લાગી, એક કર્મચારીનું મોત, 15થી વઘુ કર્મચારીઓ દાઝયા  
                                       
                  
				  				  
				   
                  				  સુરતમાં કડોદરા GIDCમાં પેકેજિંગ કંપનીમાં પરોઢીયે આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં એક કામદારનું મોત નીપજ્યું છે. આગથી બચવા માટે અનેક લોકોએ પોતાના બચાવ માટે દોડાદોડ કરી મુકી હતી. આગની ઘટનાનો સુરત ફાયર બ્રિગેડને પરોઢિયે 4.30 વાગ્યે કોલ મળ્યો હતો. કોલ મળતાંની સાથે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન અને આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગના અધિકારીઓ દોડી ગયાં હતાં. 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી.
				  										
							
																							
									  
	 
	 આ બિલ્ડિંગમાં 125થી વધુ લોકો હતાં. આગ લાગ્યા બાદ આ તમામ લોકોને ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી લીધાં છે. એક વ્યક્તિએ જીવ બચાવવા ઉપરથી નીચે કૂદકો મારતાં તેનું મોત નિપજ્યું છે. સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ આગની ઘટનાના સમાચાર મળ્યાં હતાં અને તરત ઘટના સ્થળે રવાના થઈ હતી. 
				  
	 
	 GIDC માં આવેલી કંપનીમાં વહેલી સવારે સાડા ચાર વાગ્યે આગ લાગી હતી. ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિવા પેકેજીંગ કંપનીમાં બનાવ બનતા કામદારોએ બચવા માટે ભાગદોડ કરી હતી. 
				  																			
						
						 
							
 
							 
																																					
									  લગભગ 20 થી વધુ કર્મચારીઓ દાઝી ગયા હતા. 15 જણા ને 108માં સુરતની સ્વિમેર હોસ્પિટલમાં ખસેડાયા છે. વહેલી સવાર થી સુરત ની પુણા, વરાછા, ગોદાદરા, લીંબાયત, નવાગામ સહિતની 108 અને એમના કર્મચારીઓ દર્દીઓ ને હોસ્પિટલમાં લઈ જવાની કામગીરીમાં જોડાયા છે.
				  																		
											
									  
	 
	આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાંચ માળની બિલ્ડિંગમાં આગ લાગી હોવાથી તેને કાબુમાં લેવા માટે ફાયરના જવાનોએ ભારે જહેમત ઉઠાવવી હતી અને સાડા ત્રણ કલાકની મહેનત બાદ આગને કાબુમાં લેવામાં આવી છે.