વિદેશમાં નોકરીની લાલચ આપી છેતરનારા એજન્ટો સામે કડક હાથે કામ થશે: ગૃહ રાજ્ય પ્રધાન જાડેજા

બુધવાર, 10 જાન્યુઆરી 2018 (12:19 IST)

Widgets Magazine


ભારતીયો વિદેશમાં રોજગાર મેળવવા જઇ રહ્યા છે. ત્યારે રાજ્યના યુવાનો-નાગરિકો છેતરાય નહી તે માટે રિક્રુટીંગ એજન્ટની નુકશાનકારક પ્રવૃત્તિ ડામવા રાજ્ય સરકારે કડક વલણ દાખવ્યું છે. રાજ્યમાં ૧૦ કેસો ધ્યાનમાં આવ્યા છે તે પૈકી ૮ કેસમાં ગુનાઓ નોંધીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે, એવું ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ગાંધીનગર ખાતે વિદેશમાં નોકરીની લાલચ આપી ગેરકાયદેસર કે નહીં નોંધાયેલ રિક્રુટીંગ એજન્ટની નુકશાનકારક પ્રવૃત્તિને ડામવા માટે યોજાયેલ ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં જાડેજાએ વધુમાં જણાવ્યું હતુ કે, ભારતનું વિદેશ મંત્રાલય, નોંધાયેલા રિક્રુટીંગ એજન્ટો મારફતે વિદેશમાં નોકરી માટે જવાની સવલત આપે છે, તેમ છતાં ગેરકાયદેસર રિક્રુટીંગ એજન્ટ ભોળા યુવાન વર્ગને વિદેશમાં સારા પગારવાળી નોકરીની લાલચ આપી તેમને છેતરતા હોય છે તેથી વિદેશમાં નોકરી વાંચ્છુકનું શોષણ થાય છે અને હેરાનગતિ ભોગવવી પડે છે. આ પ્રકારની હેરાનગતિ થાય નહીં અને ગેરકાયદેસર રિક્રુટીંગ એજન્ટો દ્વારા ચાલાકીપૂર્વક આચરવામાં આવતી ગેરરીતિ અને ભ્રષ્ટ્ર રીતરસમોનો ભોગ સામાન્ય નાગરિકો ન બને તે માટે ગેરકાયદેસર રિક્રુટીંગ એજન્ટો વિરુદ્ધની કેન્દ્ર સરકાર તરફથી મળેલ ફરીયાદો સંદર્ભે રાજ્ય સરકારે કડક હાથે કામગીરી હાથ ધરી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વિદેશમાં નોકરી છેતરનારા એજન્ટો કડક હાથે કામ ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર વેપાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર અમદાવાદ સમાચાર Sports Cricket News Gujarati News Team India Business News Live News Latest Gujarati News National News Gujarat Gujarat Samachar In Gujarati

Loading comments ...

ગુજરાત સમાચાર

news

આ ગણતંત્ર દિવસ પ્લાસ્ટિકના ઝંડાનો ઉપયોગ, થઈ શકે છે સખ્ત કાર્યવાહી

આ ગણતંત્ર દિવસ ન કરો પ્લાસ્ટિકના ઝંડાનો ઉપયોગ થઈ શકે છે સખ્ત કાર્યવાહી ગણતંત્ર દિવસથી ...

news

કૉંગ્રેસનું હવે ગુજરાતનાં મંદિરોમાં નવસર્જન ૧૪૮ મંદિરોને પૂજાની કિટ્સ ભેટમાં આપશે

જરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે સોફ્ટ હિન્દુત્વનો માર્ગ અપનાવ્યો હતો. કૉંગ્રેસના ...

news

કૉંગ્રેસનો વિચાર-આચાર એ મુખ મેં રામ ઔર બગલ મેં છૂરી જેવો છે: ભાજપ

ભગવાન શ્રીરામ આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે. આખો દેશ ભગવાન શ્રીરામને માને છે અને પૂજે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine