મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 એપ્રિલ 2019 (12:20 IST)

પાકિસ્તાનથી છૂટેલા ૧૦૦ માછીમાર વતન પહોંચ્યા: સ્વજનોને મળતાં લાગણીઓ છલકાઈ

fisherman
પાકિસ્તાનની કેદમાંથી છૂટેલા ૧૦૦ માછીમારો વતન પહોંચ્યા હતા. તેઓ સ્વજનોને મળ્યા ત્યારે જાણે આંખોમાં આંસુનો દરિયો છલકાયો હતો. પાકિસ્તાનની જેલમાં ભારતના માછીમારોની હાલત ખૂબ જ દયનીય થઈ જાય છે. આ અંગે વાત કરતાં મુક્ત થયેલા માછીમાર વજુ બાંભણીયાએ જણાવ્યું હતું કે, આજે અમારી સાથે કોડીનારના કોટડાના ધનસુખ કરશન ચાવડા નામના માછીમાર આવ્યા છે. જેને ચાર માસ પૂર્વે પાકિસ્તાન જેલમાં પક્ષઘાતનો હુમલો આવ્યો હતો. જે અતિદયનિય સ્થિતિમાં માદરે વતન પહોંચ્યા છે. જેની તાત્કાલીક જરૂરી યોગ્ય સારવાર મળે તેવી આશા છે. ભારત-પાકિસ્તાન વચ્ચે તનાવ જેવી સ્થિતિના સમયએ ભારતીય માછીમારોને અલગ બેરેકમાં રખાયા હતા. દરરોજ સવારે એક કલાક જ બેરેકની બહાર નિકળવા દેતા હતા.  હજુ આગામી દિવસોમાં વધુ 50 જેટલા માછીમારો પાક જેલમાંથી મુકત થઇ વતન આવનાર હોવાનું જાણવા મળ્યું છે. રાજય ફિશરિઝ વિભાગના અધિકારીઓએ મુકત થયેલા માછીમારોનો કબજો લઇ આજે માદરે વતન લઇ આવેલ હતા. આ પૂર્વે માછીમારોનું વેરાવળ નજીકના કીડીવાવ ખાતે એસઓજી અને આઇબીએ ઇન્‍ટ્રોગેશન સાથે પુછપરછ કરી હતી. ત્યારબાદ માછીમારોને બે બસો મારફત વેરાવળની ફિશરિઝ કચેરીએ લઇ આવવામાં આવતા જીએફસીસીએના ચેરમેન વેલજીભાઇ મસાણી, ડાયરેકટર તુલસીભાઇ ગોહેલએ મુકત માછીમારોને હાર પહેરાવી આવકાર્યા હતા.