Widgets Magazine
Widgets Magazine

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આરોપી પી.પી.પાન્ડેય હવે માનવ અધિકાર પંચના સભ્ય બન્યાં

સોમવાર, 12 જૂન 2017 (16:05 IST)

Widgets Magazine

ishrat jaha

 ઈશરત જહાં એન્કાઉર કેસમાં આરોપી એવા પાન્ડેય લાંબા સમય સુધી જેલવાસ ભોગવી ચૂક્યા છે. તેમને ગુજરાતના નિવૃત આઈપીએસ પી. પી. પાન્ડેયને ઈન્ચાર્જ ડીજીપીની પોસ્ટ પરથી રાતો રાતો રાજીનામું આપવું પડ્યું હતું. ત્યાર હવે સરકારના નજીકના ગણાતા પાન્ડેયને ફરીથી ગોઠવી આપવાની પેરવી કરવામાં આવી છે. તેમને હવે ગુજરાત માનવ અધિકાર પંચના સભ્ય તરીકે નિમણુંક આપવામાં આવી છે.  ઈશરત કેસમાં જેલમાંથી બહાર આવ્યા બાદ સરકારે તેમને ક્રિમ પોસ્ટીંગ આપતા એન્ટી કરપ્શનમાં ડિરેક્ટર બનાવાયા હતા.

ત્યાર બાદ તેઓને ગુજરાતના ઈન્ચાર્જ ડીજીપી તરીકે નિયુક્ત કરાયા હતા. સરકારની ગુડબુકમાં હોવાના કારણે નિવૃત્તિ બાદ તેમને એક્ટેશન મળ્યું હતું. તેમને ફરીથી ઈન્ચાર્જ ડીજીપી તરીકે ચાર્જ વધારવા માટેની સરકાર તૈયારી કરી રહી હતી ત્યારે  ગુજરાત અને મહારાષ્ટ્રના પૂર્વ ડીજીપી જુલીયન રીબેરોએ સુપ્રીમ કોર્ટમાં  અરજી કરી એન્કાઉન્ટર કેસના આરોપીને ડીજીપી બનાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના કડક વલણને પગલે વલણને પાન્ડેયે જાતે જ રાજીનામુ આપી દીધી હતું. પાન્ડેય ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર હતા ત્યારે કેસમાં સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ઉપર ઈશરત સહીત ચાર વ્યક્તિઓની હત્યા કરાવવાનો આરોપ છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમિત શાહ જૂનાગઢમાં સભા સંબોધશે અને મોદી 29મીએ ગુજરાતમાં પધારશે

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભાજપના ...

news

જામનગરમાં હાર્દિક પટેલના કાફલાં ઉપર ટમેટાં ફેંકાયા

હાલમાં ગુજરાતમા પાટીદાર અનામતનું ભૂત ફરીવાર ધૂણવા માંડ્યું છે. પાટીદાર અનામત આંદોલન ...

news

નીતિન પટેલને રાજનીતિમાંથી ભૂંસી નાંખવાની રમત રમાઈ રહી છે?

ગુજરાતમાં આગામી સમયમાં ચૂંટણીઓ થવાની છે ત્યારે ભાજપ અને કોંગ્રેસની આંતરિક જૂથવાદની નીતિ ...

news

કેતન પટેલના બીજા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મળ્યા 56 ઇજાના નિશાન, શંકરસિંહ તેના પિતાને મળ્યાં

પાટીદાર યુવાન કેતન પટેલના અપમૃત્યુ કેસમાં પોલીસ દ્વારા જવાબદાર પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine