1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 ડિસેમ્બર 2023 (18:48 IST)

ચાર વ્યાજખોરોએ દોઢ કરોડની ઉઘરાણી માટે સ્પા માલિકને કિડની કાઢી લેવાની ધમકી આપી

સેટેલાઈટમાં રહેતા અને માનસી ચાર રસ્તા નજીક સ્પા ધરાવતા વેપારીએ સ્પાની બ્રાન્ચ શરૂ કરવા તેમજ ફર્નિચર માટે 4 વેપારીઓ પાસેથી માસિક 5 થી 10 ટકાના વ્યાજે દોઢ કરોડ લીધા હતા. જેમાંથી 50 લાખ કરતાં પણ વધારે ચૂકવી દીધા હતા, ત્યારબાદ તે વ્યાજ ચૂકવી નહીં શકતા

વ્યાજખોરો કિડની કાઢીને વેચી દેવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હોવાથી આખરે વેપારીએ ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.સેટેલાઈટના કેસેલ ટાવરમાં રહેતા રાજુભાઈ કોટીયા માનસી સર્કલ પાસેના સત્યમ મોલમાં પામ્સ વેલનેશ હબ નામથી સ્પા - મસાજ પાર્લર ધરાવે છે.

સ્પાનો ધંધો સારો ચાલતો હોવાથી તે વધારે બ્રાન્ચ ખોલવા માંગતા હતા. જેથી બ્રાન્ચ ખોલવા અને ફર્નિચર માટે પૈસાની જરૂર હોવાથી તેમના મિત્ર હાર્દિક ત્રિપાઠી મારફતે વનરાજસિંહ ચાવડા પાસેથી 10 ટકા વ્યાજે રૂ.55 લાખ તેમજ મનોજ ખત્રી પાસેથી રૂ.45 લાખ અને કમલેશ પટેલ અને હાર્દિક ત્રિપાઠી પાસેથી રૂ.65 લાખ મળીને રૂ.1.50 કરોડ લીધા હતા. આ ચારેય જણાં દુકાને તેમજ ઘરે આવીને પૈસાની ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની અને કિડની કાઢીને પૈસા વસુલ કરવાની ધમકી આપતા હતા. વ્યાજખોરો રાજુભાઈના પત્નીની ગાડી પણ લઈ ગયા હતા. ઉઘરાણી માટે ત્રાસ વધતા આખરે રાજુભાઈએ સેટેલાઈટમાં ચારેય સામે ફરિયાદ નોંધાવી હતી.