બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , બુધવાર, 14 જુલાઈ 2021 (23:03 IST)

ધોરણ 10માં હવેથી 2 ગણિતના વિષયની પરીક્ષા યોજાશે..

સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત ની અલગ અલગ પરીક્ષા લેવાશે.

સ્ટાન્ડર્ડ પસંદ કરનાર ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં જઈ શકશે ,બેઝિક પસંદ કરનાર વિજ્ઞાન પસંદ નહિ કરી શકે...
 
ગુજરાતના વિદ્યાર્થીઓ ગણિતમાં કાચા પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જે ધોરણ 10ના પરિણામમાં ગણિત વિષયમાં માર્કસ પરથી જાણવા મળ્યું છે.સતત નીચે જઈ રહેલ ગ્રાફ હજુ વધુ નીચે ના જાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓને ગણિત વિષયની પરિક્ષા માટે 2 વિકલ્પ આપવામાં આવશે જેમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત રહેશે.
 
ધોરણ 10માં ગણિત વિષયનું પુસ્તક એક સરખું જ રહેશે અને શાળા કક્ષાએ લેવાઈ પરીક્ષામાં પણ કોઈ ફેરફાર નહીં થાય માટે બોર્ડની પરીક્ષામાં 2 વિકલ્પ આપવામાં આવશે.વિદ્યાર્થીઓને ધોરણ 10ના બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરતી વખતે સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે.ગણિત સ્ટાન્ડર્ડ અને અમિત બેઝિકના પ્રશ્નપત્રો અલગ હસે.બંને પ્રકારના પરીરૂપમાં પ્રકરણ બાદ ગુણ ભર, પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણ ભાર તેમજ હેતુઓ પ્રમાણે ગૂણ ભાર રહેશે.
 
જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કરશે તે ધોરણ 11માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં જઈ શકશે પરંતુ જે વિદ્યાર્થીઓ બેઝિક ગણિત પસંદના તે વિદ્યાર્થીઓ માત્ર સામાન્ય પ્રવાહમાં જ પ્રવેશ મેળવી શકશે.ધોરણ 10માં.બેઝિક ગણિતમાં પાસ થનાર વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહમાં જા માંગતો હોય તો તે વિદ્યાર્થીએ જુલાઈ માસની પૂરક પરીક્ષા દરમિયાન સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા પાસ કરવાની રહેશે.સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થનાર વિદ્યાર્થી પૂરક પરીક્ષાના નિયમોને આધીન પુન ગણિત સ્ટાન્ડર્ડ અથવા બેઝિક ગણિત વિકલ્પ આપી પૂરક પરિક્ષા ઉપસ્થિત રહી શકશે.વિદ્યાર્થીઓએ જે વિકલ્પ પસંદ કરેલ.હોય તે અંગે વાલીઓની લેખિત સંમિત લેવાની રહેશે