1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 20 ફેબ્રુઆરી 2024 (13:30 IST)

હવેથી અમદાવાદ એરપોર્ટથી સસ્તી ટેક્સી મળશે, ઓછામાં ઓછું 37.50 રૂપિયા ભાડું થશે

cheap taxi from Ahmedabad airport
cheap taxi from Ahmedabad airport

અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ દેશ અને દુનિયાના મોટા એરપોર્ટની સરખામણી માર્ગ પર દિવસેને દિવસે આગળ વધી રહ્યું છે. મુસાફરોને પૂરતી સુવિધા મળી રહે તે માટે અમદાવાદ એરપોર્ટ દ્વારા અનેક સુધારા પણ કરવામાં આવ્યા છે.

છેલ્લા 3 વર્ષમાં ઘણી બધી નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને મુસાફરોની મુસાફરી સરળ બની રહે તે માટેના પ્રયાસો થાય છે. તેવામાં અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરોની સુવિધા માટે સિટી ટેક્સીની નવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી અમદાવાદના કોઈપણ ખૂણે જવા માટે હવે નવી સુવિધા મળી રહેશે.

અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ સુધી પહોંચવા એરપોર્ટથી અન્ય કોઈ સ્થળ પર પહોંચવા માટે 7 સુવિધાઓ મળી રહેતી હતી. જેમા સેલ્ફ ડ્રાઇવ કાર, કાર ઓન રેન્ટ, ઓલા, ઉબેર, પ્રીપેડ ઓટો રિક્ષા-ટેક્સી, બીઆરટીએસ બસ અને તાજેતરમાં શરૂ કરવામાં આવેલી રાજકોટથી અમદાવાદ એરપોર્ટની એસી વોલ્વો બસ. પરંતુ હવેથી એરપોર્ટ પર પહોંચવા કે એરપોર્ટથી શહેરના અન્ય કોઈ સ્થળ પર પહોંચવા માટે સિટી ટેક્સીની પણ સુવિધા ઉપલબ્ધ રહેશે. જે પ્રકારે મુંબઇમાં કાળી પીળી ટેક્સી કહેવાય તેમ શહેરમાં પણ આ પ્રકારની ટેક્સીની શરૂઆત થઈ છે. ધીમેધીમે તેનો વ્યાપ પણ વધી રહ્યો છે.

અમદાવાદ એરપોર્ટ દ્વારા આ સિટી ટેક્સીનું લઘુત્તમ ભાડું રૂપિયા 37.50 રાખવામાં આવ્યું છે. એટલે કે મીટર ડાઉન થતા જ મુસાફરોએ તેનું લઘુત્તમ ભાડુ ચુકવવાનું રહેશે. ત્યાર બાદ દરેક કિલોમીટર પર રૂપિયા 25નો વધારો થશે. તેમાં પણ દર એક પોઈન્ટ પર રૂપિયા 2.5નો વધારો થશે. સિટી ટેક્સી જાગૃત વેલ્ફેર અસોસિએશન પ્રમુખ કિશોર ચૌધરીએ જણાવ્યું હતું કે, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ઉપર હાલમાં આ પ્રકારના ચોક્કસ મીટર ધરાવતી 30 ટેક્સી શરૂ કરવામાં આવી છે, પરંતુ ભવિષ્યના થોડા દિવસોમાં તે વધારીને 50 ટેક્સી કરવામાં આવશે.