રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 3 ઑક્ટોબર 2023 (16:53 IST)

ભક્તોની લાગણી સાથે ખેલઃ અંબાજીમાં મોહનથાળની પ્રસાદી બનાવવા વપરાતું ઘી અખાદ્ય નીકળ્યું

Ghee used to make Mohanthal Prasadi in Ambaji turned out to be inedible.
Ghee used to make Mohanthal Prasadi in Ambaji turned out to be inedible.
તાજેતરમાં જ યાત્રાધામ અંબાજીમાં મોહનથાળ તથા ચીક્કી બંને પ્રસાદી આપવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે ફરીવાર મોહનથાળના પ્રસાદને લઈને વિવાદ ઉભો થયો છે. યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા અગાઉ મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. ફૂડ વિભાગે લીધેલા આ સેમ્પલ ફેઈલ ગયા હતાં. જેથી 180 જેટલા ડબ્બા જપ્ત કરાયા હતાં.

આ ઘટનાથી નાગરિકો અને માઈભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે.આ મામલે બનાસકાંઠાનાં કલેકટર વરુણ કુમાર બરનવાલે જણાવ્યું હતું કે, 28 ઓગસ્ટનાં રોજ એનું સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગ્સ ડીપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવ્યું હતું. ત્યાર પછી આખો જથ્થો સીલ કરી દેવામાં આવ્યો હતો. ઘીના જે સેમ્પલ ફેલ થયા છે એ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ અંબાજી મંદિર ટ્રસ્ટ ઓથોરિટીએ જણાવ્યું છે.મોહાની કેટરર્સ મેનેજરે મીડિયાને જણાવ્યું હતું કે, ભાદરવી પુનમ દરમિયાન 4600 ડબ્બા બનાસ ડેરીનું ઘી વાપર્યું હતું. ઘીની શોર્ટેજ ઉભી થતાં અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સ પાસેથી ઘી ખરીદ્યું હતું. ઘીના ડબ્બા પર અમૂલનો માર્ક, અમૂલનો બેચ નંબર પણ છે. રીમાંથી શુદ્ધ ઘી ખરીદવામાં આવ્યું હતું. પરંતુ નીલકંઠ ટ્રેડર્સ પાસેથી આવેલા ઘીમાંથી કેટલો પ્રસાદ બન્યો તેની મને જાણ નથી.