શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Last Modified: મંગળવાર, 27 ફેબ્રુઆરી 2024 (11:44 IST)

પ્રવાસીઓમાં ગીર નેશનલ પાર્ક હોટ ફેવરિટ, 1.93 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત

gir parytan
Image source - gir govt.

- ગીર અભયારણ્યમાં છેલ્લા એક વર્ષમાં પ્રવાસીઓનો ધરખમ વધારો
- 1,86,918 ભારતીય અને 6,497 વિદેશી પ્રવાસીઓનો સમાવેશ
- રાજ્ય સરકારને રૂ. 4,92,00,350ની આવક


ગીર અભયારણ્યમાં છેલ્લા એક વર્ષમાં પ્રવાસીઓનો ધરખમ વધારો જોવા મળ્યો છે. એક વર્ષની અંદર ગીર નેશનલ પાર્કની 1 લાખ 93 હજારથી વધુ પર્યટકોએ મુલાકાત લીધી છે. આ અંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતના ઘરેણા સમાન એશિયાટીક લાયનના જતન અને સંરક્ષણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
Image source - gir govt.
Image source - gir govt.


વિધાનસભા ખાતે ગીર અભયારણ્ય ખાતે પ્રવાસીઓની મુલાકાત અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતર મુકેશભાઈ પટેલે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં આ અભયારણ્ય ખાતે 1,94,415 પ્રવાસીઓએ મુલાકાતે આવ્યા હતા. જેમાં 1,86,918 ભારતીય અને 6,497 વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. જે પેટે રાજ્ય સરકારને રૂ. 4,92,00,350ની આવક થઇ છે. આ આવકનો ખર્ચ સિંહોના સંરક્ષણ, સંવર્ધન, બચાવ રાહત અને પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો કરવા માટે કરવામાં આવે છે.
Image source - gir govt.
Image source - gir govt.


અભયારણ્યની મુલાકાતના બુકિંગ માટેના એક પૂર્વ પ્રશ્નના જવાબમાં ઉમેર્યું કે, પ્રવાસીઓએ મુલાકાત માટે www.girlion.gujarat.gov.in વેબસાઈટ પર ઑનલાઇન બુકિંગ કરવાનું હોય છે. આ બુકિંગમાં જો ભૂલ થાય તો એ માટે પ્રવાસીઓને રકમ પરત કરવામાં આવે છે. જેમાં મુલાકાત તારીખથી 10 દિવસ પહેલા મુલાકાતથી બુકિંગ કેન્સલ કરાવે તો 75% રકમ, 5 દિવસ પહેલા કેન્સલ કરાવે તો 50% રકમ, 2 દિવસ પહેલા કેન્સલ કરાવે તો 25% રકમ પરત કરવામાં આવે છે. છેલ્લી ઘડીએ મુલાકાતે બુકીંગ કેન્સલ કરવામાં રકમ પરત કરવામાં આવતી નથી.

Edited by - kalyani deshmukh