૧૦ લાખ પાટીદાર યુવાનોને કોન્સ્ટેબલથી લઇ IASની નોકરીમાં મોકલાશે

Global Patidar Business Summit 2018
Last Modified શનિવાર, 6 જાન્યુઆરી 2018 (12:09 IST)

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી વિજય રૃપાણીએ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ- ૨૦૧૮નો શુક્રવારે પ્રારંભ કરાવ્યો હતો. આ સમિટ ત્રણ દિવસ ચાલશે પ્રથમ દિવસે પંચામૃત શક્તિ અંતર્ગત ૧૦ પણ કરાયા હતા. સમાજના નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોના આંતરિક તેમજ વૈશ્વિક જોડાણને પ્રોત્સાહન આપવા, નવા ઉદ્યોગપતિઓને તૈયાર કરવા અને શિક્ષિત યુવાનોને તાલીમ આપીને રોજગારી આપવાની ઉદ્દેશ્યથી સરદારધામ દ્વારા સમિટ યોજાઈ રહી છે. સમિટમાં લગભગ ૬ હજાર જેટલા નાના- મોટા પાટીદાર ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.
patidar summit

સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, મિશન ૨૦૨૬ અંતર્ગત તલાટીથી માંડીને મંત્રી સુધી તથા કોન્સ્ટેબલથી લઈને અધિકારી સુધી ૧૦ લાખ પાટીદાર યુવાનોન તંત્રમાં મોકલવાનો ઉદ્દેશ્ય છે. ઉપરાંત દેશ- વિદેશમાં ૧૦ હજાર પ્રથમ હરોળના ઉદ્યોગપતિઓ પાટીદાર સમાજના દિકરા- દિકરીઓને રોજગાર માટે દત્તક લેશે. તેઓએ ઉમેર્યું હતું કે, યુવા પેઢી ભટકી ન જાય અને સાચી દિશામાં આગળ વધીને રાષ્ટ્ર નિર્માણમાં બહુમૂલ્ય યોગદાન આપે તે સમાજ અને સરકાર બન્નેની ફરજ છે. મુખ્યમંત્રી વિજય રૃપાણીએ પણ જણાવ્યું હતું કે, આ સમિટનો સંકલ્પ સમાજ કલ્યાણ ઉત્થાનનું વ્રત ૧૦૦ ટકા સફળ થશે. ખેતી જેવો પરિશ્રમી વારસો ધરાવતા પાટીદાર સમાજે હવે બદલાયેલા સમય સાથે ચાલીને યુવા વર્ગોનો ઉદ્યોગ- સ્વરોજગાર અને સરકારી સેવાઓમાં ભરતી માટે તૈયાર કરવાનું અભિયાન ઉપાડયું છે.
patidar summit

તે યુવાનોને જોબ સીકર નહીં પણ જોબ ગીવર જ બનશે. સરદાર ધામના મહામંત્રી જશવંત પટેલ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તાલીમ કેન્દ્ર માટે રૃપિયા પાંચ કરોડના દાનની કરાયેલી જાહેરાતને મુખ્યમંત્રીએ વધાવી હતી. મુખ્યમંત્રીની હાજરીમાં જ નવા ઉદ્યોગો સ્થાપવા, સ્વરોજગાર, ઉચ્ચ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું માર્ગદર્શન વગેરેના સંદર્ભમાં સ્ર્ંેં કરાયા હતા. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ સમિટથી સમાજના યુવાનોને ઉદ્યોગ- શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક જોડાણની તક મળશે. ૧૦ લાખ યુવાનોને સમાજ સેવાથી રાષ્ટ્રસેવા માટે પ્રેરિત કરવાના આ મહા અભિયાનને સફળતા મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. ત્રણ દિવસની આ સમિટમાં ત્રણ લાખથી વધુ લોકો ભાગ લેશે તેવું આયોજન છે. પ્રથમ દિવસે સરકારના પાટીદાર મંત્રીઓ, પાટીદાર ધારાસભ્યો અને કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય પરેશ ધાનાણી વગેરે હાજર રહ્યા હતા.


આ પણ વાંચો :