શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 જાન્યુઆરી 2020 (14:16 IST)

ગુજરાતમાં ભાજપના ત્રણ ધારાસભ્યોએ ભોપાલકાંડ જેવી દુર્ઘટનાની આશંકા વ્યક્ત કરી

હાલમાં ગુજરાતના મુખ્યપ્રધાનને સુશાસનનો એવોર્ડ મળ્યો છે. ત્યારે બીજી બાજુ ભાજપમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. એક બાજુ વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા વિકાસનાં કામો ન થતાં હોવાનો આરોપ લગાવીને રાજીનામું આપ્યાની આગ હજુ ઓલવાય નથી ત્યાં તો ભાજપનાં અન્ય સભ્યોએ સરકાર સામે ગંભીર આરોપો કરતી રજૂઆત કરી છે. GNFC કૌભાંડને લઈ ભરૂચનાં 3 ધારાસભ્યોએ CMને પત્ર લખ્યો છે અને ભોપાલકાંડ જેવી દુર્ઘટનાની આશંકા વ્યક્ત કરી છે.

ભરૂચના BJPના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના BJPના ધારાસભ્ય અરૂણસિંહ રાણા અને અંકલેશ્વરના BJPના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે CMને પત્ર લખી ફરિયાદ કરી છે. આ પત્રમાં ત્રણેય ધારાસભ્યોએ GNFCમાં કૌભાંડની ફરિયાદ કરી છે. સાથે તેઓએ GNFCમાં 85 ટકા રોજગારી ન અપાતી હોવાનો આરોપ પણ લગાવ્યો છે. GNFCમાં જોખમી કેમિકલ રખાતું હોવાની CMને રજૂઆત કરી છે.

સાથે તેઓએ આક્ષેપ મુક્યો કે, 7700 ટનની ક્ષમતા સામે વધુ જથ્થો છે. દુષ્યંત પટેલે સરકારના જાહેર સાહસ પર સવાલ ઉઠાવ્યા હતા. સાથે દુષ્યંત પટેલે કહ્યું કે, GNFCના TDI પ્લાન્ટમાં ઉત્પાદનનો જથ્થો વધારે છે. TDIના ભરેલા ટાંકાથી ભોપાલ જેવી દુર્ઘટનાની આશંકા. એટલું જ નહીં પણ BJPના MLAના રાજ્ય સરકારના નિગમના MD પર ગંભીર આરોપ મુક્યા હતા. તો વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ કહ્યું કે, CM અને મુખ્ય સચિવને રજૂઆત કરાઈ છે. GNFCના MD આપખુદશાહીથી કાર્યવાહી કરે છે.