1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (15:53 IST)

Covaxinનુ ઉત્પાદન વધારવા માટે સરકારે ગુજરાતના અંકલેશ્વરમાં વેક્સીન ઉત્પાદન સુવિધાને આપી મંજૂરી

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે માહિતી આપી કે સરકારે ગુજરાતમાં અંકલેશ્વર ખાતે ભારત બાયોટેકના કોવાક્સિનના ઉત્પાદન માટે વેક્સીન ઉત્પાદન સુવિધાને મંજૂરી આપી છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક ભારતની એકમાત્ર કંપની છે જે સ્વદેશી રીતે વિકસિત અને સામૂહિક રીતે રસી બનાવે છે. રસી ટ્રાયલ પર 10 વૈજ્ઞાનિક પ્રકાશનો સાથે તેને 15 મહિનામાં પૂર્ણ કરવામાં આવ્યુ. 
 
રસાયણ અને ઉર્વરક અને સ્વાસ્થ્ય મંત્રાલય બંનેનુ નેતૃત્વ કરનારા મંત્રીએ ઉલ્લેખ કરતા કહ્યુ "સૌને વેક્સીન મફત વેક્સીન પીએમ નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણ ને જોતા આવુ કરવાથી વેક્સીનનો સ્ટોક વધશે અને દુનિયાના સૌથી મોટા વેક્સીન અભિયાનમાં ગતિ આવશે. 
 
આ વર્ષે મે મહિનામાં, ભારત બાયોટેકે જાહેરાત કરી હતી કે તે અંકલેશ્વર ખાતે તેની પેટાકંપનીમાં કોવાસીનના વધારાના 200 મિલિયન ડોઝનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે.