ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 12 ડિસેમ્બર 2018 (16:09 IST)

મોદી સરકારે નિમેલા RBIના નવા ગવર્નર સામે ગુજરાત ભાજપના નેતા જયનારાયણ વ્યાસનો વ્યંગ

ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યારે રીઝર્વ બેંકના નવા નિમાયેલા ગવર્નર શક્તિકાંત દાસની નિમણૂંક પર વ્યંગ કર્યો છે. તેમણે ટ્વિટરના માધ્યમથી કેન્દ્રની ભાજપ સરકારને ટોણો માર્યો છે. ટ્વીટમાં તેમણે લખ્યું છે કે આરબીઆઈના નવા તરીકે નિયુક્ત થયેલા ગવર્નર શક્તિકાંત દાસે હિસ્ટ્રી વિષય સાથે એમ.એ. કરેલું છે. હું આશા રાખીને પ્રાર્થના કરું છું કે તેઓ પણ આરબીઆઇને એક હિસ્ટ્રી ન બનાવી દે. ભગવાન તેમનું ભલું કરે. હાલ સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને સરકાર રિઝર્વ બેંકની કામગીરીમાં હસ્તક્ષેપ કરી રહી હોવાના આક્ષેપ થઇ રહ્યાં છે એ સંજોગોમાં જય નારાયણ વ્યાસની આ ટ્વીટ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.