સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 29 મે 2020 (15:26 IST)

30 જૂન સુધી GPSCની તમામ પરીક્ષા મોકૂફ, 20 જૂને નવી તારીખો જાહેર કરાશે

કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને લઈ GPSC દ્વારા 31 મે સુધીમાં યોજાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી 1 જૂનથી 30 જૂન 2020 સુધીમાં આયોજિત તમામ પરીક્ષા મોકૂફ રાખવામાં આવે છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મોકૂફ રાખવામાં આવેલી પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાની તારીખો નક્કી કરીને 20 જૂનના રોજ આયોગની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. જે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તેની નવી તારીખ મહિના મુજબ અગ્રતા આપી નક્કી કરવામાં આવશે, એટલે કે પ્રથમ માર્ચ તથા એપ્રિલ અને પછી મે અને જૂન મહિનાની પરીક્ષાઓ યોજાશે. જેના માટે ઉમેદવારોએ આયોગની વેબસાઈટ જોતા રહેવા માટે વિનંતિ પણ કરવામાં આવી છે.