શનિવાર, 4 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 3 ઑક્ટોબર 2022 (12:57 IST)

વડોદરામાં ધાર્મિક ધજાને લઇને જૂથ અથડામણ, 36 લોકોની ધરપકડ, સુરક્ષામાં કર્યો વધારો

vadodara news
ગુજરાતના વડોદરા જિલ્લાના સાવલી શહેરમાં ધાર્મિક ધ્વજ લગાવવાને લઈને બે જૂથો વચ્ચે અથડામણ થઈ અને પથ્થરમારો થયો હતો. આ કેસમાં 36 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ સોમવારે આ જાણકારી આપી. સાવલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના શનિવારની રાત્રે બની હતી જ્યારે લોકોના એક જૂથે અન્ય સમુદાયના લોકો ધામીજી કા ડેરા વિસ્તારમાં ઇલેક્ટ્રિક પોલ પર તેમના ધ્વજ સાથે ધાર્મિક ધ્વજ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેની સામે વાંધો ઉઠાવ્યો હતો.
 
પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે "બંને સમુદાયોએ એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો. કોઈને ઈજા થઈ નથી, પરંતુ તોફાનીઓએ એક વાહન અને એક દુકાનને નુકસાન પહોંચાડ્યું હતું." મહિડાએ જણાવ્યું હતું કે શનિવારે મોડી રાત્રે બંને જૂથોએ એકબીજા સામે એફઆઈઆર નોંધાવી હતી. તેમણે કહ્યું કે 43 લોકો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં બંને સમુદાયના 36 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.