ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 3 જૂન 2022 (18:21 IST)

GSEB ધોરણ 12નુ પરિણામ 2022 - ગુજરાત બોર્ડ ધોરણ 12નુ પરિણામ 4 જૂને કરશે જાહેર, આ રીતે ચેક કરો પરિણામ

12th result
GSEB Gujarat Board HSC 12th Result 2022 Date: ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ પરિણામ માટે આંખો માંડીને બેસ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષા બોર્ડ (જીએસઈબી) આવતીકાલે એટલે કે 4 જૂને  જાહેર કરશે. ગુજરાત સેકેંડરી બોર્ડે 12મે ના રોજ સાયન્સનુ પરિણામ જાહેર કરુયુ હતુ. 
 
ઉલ્લેખનીય છે  કે GSEB દ્વારા 28 માર્ચથી 12 એપ્રિલ 2022 દરમિયાન ગુજરાત બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવી હતી, જેમાં લગભગ 5 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વખતે ગુજરાત બોર્ડનું 12મા વિજ્ઞાન વિષયનું પરિણામ 72.2 ટકા આવ્યું છે. ગયા વર્ષે કોરોનાના ભયાનક પ્રકોપને કારણે ગુજરાત બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવી ન હતી, વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકન પ્રક્રિયાના આધારે પાસ કરવામાં આવ્યા હતા.  આવામાં આ વખતે વિદ્યાર્થીઓ ખૂબ જ આતુરતથી પરિણામની રાહ જોઈ રહ્યા છે.  આવતીકાલે રિઝલ્ટ  જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ  GSEB ની વેબસાઈટ પર જઈને પોતાનુ પરિણામ આ રીતે  જોઈ શકે છે. 
 
GSEB Gujarat Board HSC 12th Result 2022, આ રીતે કરો ચેક 
 
-  GSEB HSCનુ પરિણામ ચેક કરવા માટે સૌ પહેલા ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org  gsebeservice.com પર જાવ. 
-  હોમ પેજ પર જઈને  GSEB HSC Arts Commerce Result 2022 લિંક પર ક્લિક કરો, રિઝલ્ટ રજુ થતા જ લિંક એક્ટિવેટ કરવામાં આવશે. 
- હવે તમારી ક્રેડેશિયલ(રોલ નંબર)  લખીને સબમિટ પર ક્લિક કરો. 
- તમારી સ્ક્રીન પર તમારુ પરિણામ આવી જશે. 
- નીચે ડાઉનલોડ પર ક્લિક કરીને પીડીએફ ડેક્સટોપ/મોબાઈલ પર સેવ કરી શકો છો કે પ્રિંટ આઉટ લઈ શકો છો
 
પાસ થવા માટે 33 ટકા અંક અનિવાર્ય 
ગુજરાત બોર્ડે પરીક્ષા પહેલા ધોરણ 12ના સિલેબસ, માર્કિંગ સ્ક્રીમ અને પાસિંગ પરસેંટેજમાં ઘણો ફેરફાર કર્યો હતો. અહી પાસ થવા માટે વિદ્યાર્થીઓને દરેક વિષયમાં ઓછામાં ઓછા 33 ટકા અંક જોઈશે. જો તમારે એક કે બે વિષયમાં તેનાથી ઓછા  અંક આવે છે તો નિરાશ ન થવુ. બોર્ડ આવા વિદ્યાર્થીઓ માટે કંપાર્ટમેંટ પરીક્ષાનુ આયોજન કરે છે. 
 

GSEB HSCનુ પરિણામ ચેક કરવા માટે સૌ પહેલા ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org या gsebeservice.com પર જાવ. 
હોમ પેજ પર જઈને  GSEB HSC Arts Commerce Result 2022 લિંક પર ક્લિક કરો, રિઝલ્ટ રજુ થતા જ લિંક એક્ટિવેટ કરવામાં આવશે. 
- હવે તમારી ક્રેડેશિયલ(રોલ નંબર)  લખીને સબમિટ પર ક્લિક કરો. 
- તમારી સ્ક્રીન પર તમારુ પરિણામ આવી જશે. 
- વિદ્યાર્થી  નીચે ડાઉનલોડ પર ક્લિક કરીને તેની પીડીએફ પોતાના ડેક્સટૉપ પર સેવ કરી શકો છો. 
- જોકે હજુ બોર્ડે પરિણામ સંબંધી કોઈ નોટિફિકેશન રજુ કરી નથી. અધિસૂચના રજુ થતા જ તમને જણાવવામાં આવશે. સાથે જ અહી ડાયરેક્ટ લિંક પર આપવામાં આવશે.