મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 ડિસેમ્બર 2019 (14:15 IST)

બિનસચિવાલય પરિક્ષા ગેરરિતી મુદ્દોઃ ગુજરાતમાં બેરોજગાર યુવાધન પર પોલીસનું દમન

બિનસચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિના કિસ્સા સીસીટીવી ફૂટેજ સાથે સામે આવ્યા બાદ રાજ્યભરના વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓનો આ આક્રોશ હાલ ગાંધીનગર સુધી પહોંચી ગયો છે. બિનસચિવાયલયની પરીક્ષાના કૌભાંડો બહાર આવ્યા બાદ ઉમેદવારો દ્વારા પરીક્ષા કેન્સલ કરવાની માંગ ઉઠી છે. સાથે ઉમેદવારોએ ગાંધીનગર માં ઉગ્ર દેવાખો કરવાની પણ ચીમકી આપે છે. ત્યારે બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના વિરોધમાં વિદ્યાર્થી સંગઠનો ગાંધીનગરમાં વિરોધ પર ઉતરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી. તો બીજી તરફ, વિરોધ પ્રદર્શનના ડરથી ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીને તાળુ મારી દેવામાં આવ્યું છે. ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં ઉગ્ર દેખાવો કરવાની ચીમકીના પગલે ગાંધીનગરમાં કર્મયોગી ભવનમાં આવેલી ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીને તાળું મારવામાં આવ્યું છે. વિરોધ પ્રદર્શનને પગલે ગાંધીનગરમાં તેમજ ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીની અંદર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. મંડળની ઓફિસ અને સચિવાલય બહાર સુરક્ષા વધારી દેવાઈ છે. ત્યારે ગાંધીનગર ઉપવાસ છાવણીમાં એકત્ર થયેલા સૌથી વધુ પરીક્ષાર્થીઓ દેખાવ કરે એ પહેલાં જ પોલીસે તેઓની અટકાયત કરી હતી. ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીએ હાલ તાળુ જોવા મળી રહ્યું છે. તો સાથે જ કચેરીના કર્મચારીઓને ચેક કરીને તાળુ ખોલ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે. કર્મચારી પ્રવેશે એટલે પુનઃ કચેરીને તાળું મારી દેવામાં આવે છે.