શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 30 જૂન 2020 (13:08 IST)

ગુજરાતમાં હવે રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે દુકાનો, 9 વાગ્યા સુધી ખુલ્લી રહેશે હોટલ અને રેસ્ટોરેન્ટ

અનલોક 1 ની સમયમર્યાદા 30 જૂને પુરી થઇ રહી છે. આ સાથે જ અનલોક 2ની જાહેરાત કરવામાં આવી છે જેમાં કેટલીક ગતિવિધિઓમાં છૂટ રહેશે પરંતુ કેટલીક પાબંધીઓ સાથે. કંન્ટેનમેંટ ઝોનમાં સખત રહેશે જ્યારે કંન્ટેનમેંટ ઝોનથી બહારના વિસ્તારમાં છૂટ આપવામાં આવશે. નવી ગાઇડ લાઇન 1 જુલાઇથી લાગૂ થશે. 
 
ગુજરાતમાં હવે અનલોક 2 દરમિયાન રાત્રે 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. તો બીજી તરફ હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. ત્યારબાદ રાત્રે 10 વાગ્યાથી માંડીને સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. આ અનલોક 2ની ગાઇડલાઇન 31 જુલાઇ સુધી લાગૂ રહેશે. 
 
આ પહેલા અનલોક 1માં સાંજના 7 વાગ્યા સુધી જ વ્યાપાર-ધંધા અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી હતી. જ્યારે રાત્રિના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુનો લાદવામાં આવ્યો હતો. આમ હવે દુકાન ધારકોને એક કલાકની અને રેસ્ટોરન્ટ માલિકોને બે કલાકની વધુ રાહત આપી છે. જ્યારે કર્ફ્યુમાં પણ 1 કલાકની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે.
 
ગુજરાતમાં સોમવારે કોવિડ 19 એક દિવસમાં સૌથી વધુ 626 નવા કેસ આવતાઅની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 32,023  થઇ ગઇ છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.