શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 ફેબ્રુઆરી 2020 (12:16 IST)

અમદાવાદમાં સતત 144ની કલમનો અમલ કરવો મતલબ અહીં રહેવું સુરક્ષિત નથીઃ હાઈકોર્ટ

અમદાવાદમાં કલમ 144 સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. શહેરમાં ચારતી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવતી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે હાઈકોર્ટે ટકોર કરી હતી કે, 2016થી આખા શહેરમાં સતત 144ની કલમ રાખવી એનો અર્થ એવો થાય કે અહીં રહેવું સુરક્ષિત નથી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા વિસ્તારમાં ચોક્કસ સમય મર્યાદા માટે કલમ-144નો ઉપયોગ કરી શકાય. આ અંગે કોર્ટે સરકાર સામે ઉઠાવેલા તમામ સવાલોનો ખુલાસો કરવા આદેશ કર્યો છે. IIM-Aના ફેકલ્ટી મેમ્બરે પોલીસ કમિશનરના કલમ-144 હેઠળના જાહેરનામાને પડકારતી પિટિશન કરી છે. કોર્ટે એવો સવાલ કર્યો હતો કે, 2016થી એકપણ દિવસ એવો નથી જેમાં કલમ-144નું જાહેરનામુ અમલી ન હોય? 144ની કલમનો દુરઉપયોગ થાય તે વાજબી નથી. CAAના વિરોધમાં IIM-Aની બહાર ભેગા થયેલા વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરતાં IIM-Aના ફેકલ્ટી અને અન્ય ચારે પિટિશન કરી રજૂઆત કરી છે કે,આ કલમથી શહેરમાં ભયના માહોલનો સંદેશો જાય છે.