શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 1 મે 2022 (10:50 IST)

ગુજરાત: અમેરિકાની લાડી ને તાલાલાનો વર, અનોખી ફેસબુક લવસ્ટોરી

marriage
ગુજરાતના તાલાલામાં રહેતા બલદેવ ભેટરિયાના લગ્ન હાલ ચર્ચામાં છે. તેમણે અમેરિકાનાં લીલી એલિઝાબેથ સાથે લગ્ન કર્યાં છે.
 
આ બન્ને ત્રણ વર્ષથી ફેસબુક પર પરિચયમાં હતાં. સમય જતાં તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.
 
જ્યાર બાદ બન્નેના પરિવારની સહમતી બાદ લીલીએ ભારત આવીને પરંપરાગત હિંદુવિધિ પ્રમાણે લગ્ન કર્યાં હતાં.