સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 15 જૂન 2020 (09:02 IST)

ધોરણ 12નુ પરિણામ, જાણો પરિણામની સંપૂર્ણ વિગત,

-- ધો – 12 સામાન્ય પ્રવાહનું 76.29% પરિણામ જાહેર કરાયું છે. ગતવર્ષની સરખામણીએ પરિણામ 3 ટકા વધ્યું છે. 
- બનાસકાંઠાના સોની કેન્દ્રનું સૌથી વધુ 97.76 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ ડોળાસા કેન્દ્રનું 30.21 ટકા છે. સૌથી વધુ પાટણ જિલ્લાનું 86.67 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું જૂનાગઢ જિલ્લાનું 58.26 ટકા પરિણામ છે.
- અત્રે ઉલ્લેખનીય છે કે, 100 ટકા પરિણામ ધરાવતી 269 શાળાઓનો સમાવેશ થાય છે, જ્યારે 56 શાળાઓનું પરિણામ 10 ટકા કરતા ઓછું આવ્યું છે. 522 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.
-  પરિણામમાં વિદ્યાર્થીનીઓએ ફરી એકમાર બાજી મારી છે. વિદ્યાર્થીનીઓનું 82.20 ટકા પરિણામ આવ્યું છે. 3.71 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષામાં ગેરરીતિના 744 કેસ પણ નોંધવામાં આવ્યા છે.