ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 8 એપ્રિલ 2021 (08:27 IST)

વિજય રૂપાણીએ કહ્યું, મારા દીકરાના લગ્ન મે મહિનામાં નથી

ગુજરાતમાં વધતા જતા કોરોના સંક્રમણને જોતાં રાજ્યમાં લોકડાઉનની વાતે જોર પકડ્યું છે. ત્યારબાદ સીએમ વિજય રૂપાણી સુરતના પ્રવાસે આવ્યા અને હીં કોરોનાની સ્થિતિનીની સમીક્ષા કરી અને પછી મોડી રાત્રના કરર્ફ્યૂને એક કલાક વધારવાની જાહેરાત કરી અને સાથે એ પણ જણાવ્યું કે હાલ તાળાબંધીની યોજના નથી. પરંતુ લોકડાઉનની જાહેરાત ન થતાં સોશિયલ મીડિયા પર એક સંદેશ વાયરલ થઇ રહ્યો હતો. આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે 'અત્યારે ગુજરાતમાં કોઇ લોકડાઉન નહી થાય, કારણ કે વિજય રૂપાણીના પુત્રના લગ્ન થઇ રહ્યા છે. આ પ્રકારે સંદેશ વાયરલ થયા બાદ વિજય રૂપાણીએ જાતે સામે આવી જાણકારી આપવી પડી હતી.  
 
સીએમ વિજય રૂપાણીએ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા મેસેજનો જવાબ આપ્યો અને કહ્યું કે મારા પુત્રના લગ્ન મે મહિનામાં થવાની વાતો અફવા અને બેકાર છે. આ પ્રકારની કોઇ યોજના પૂર્વ નિર્ધારિત નથી અને ના તો મે મહિનામાં આવું કંઇ થવાનું છે. આ ફક્ત સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા બનાવટી સમાચાર છે. હાલ મારી અને મારી સરકારની એકમાત્ર યોજના ગુજરાતમાં કોરોનાના સંક્રમણને રોકવાની છે. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે રાજ્યમાં તમામ રાજકીય અને સામાજિક સમારોહને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. કોઇપણ સભામાં 50થી વધુ વ્યક્તિઓને અનુમતિ આપવામાં નહી આવે. ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી અને મોરવ હડફમાં ચૂંટણી પંચના દિશાનિર્દેશોનું પાલન થશે. એટલું જ નહી એપ્રિલ મહિના દરમિયા રાજ્ય સરકાર તમામ કાર્યાલય તમામ શનિવારે બંધ રહેશે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના નાગરિકોને અપીલ કરી છે કે તે ઘરમાંથી ત્યારે બહાર નિકળે જ્યારે જરૂરી હોય. સાથે જ તેમણે કહ્યું કે માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યું છે અને આ નિયમનું કડકાઇથી પાલન કરવા માટે વહિવટીતંત્રને સખત નિર્દેશ આપવામાં આવ્યા છે..