ગુજરાત કોંગ્રેસને સૌથી મોટો ઝટકો, વિધાનસભામાં કોંગ્રેસના દંડક બળવંતસિંહ રાજપૂતે રાજીનામું આપ્યું

ગુરુવાર, 27 જુલાઈ 2017 (16:31 IST)

Widgets Magazine
guj congress


ગુજરાતમાં કોંગ્રેસની મુશ્કેલીમાં ચૂંટણી પહેલા જબરદસ્ત ફટકો પડ્યો છે. આગામી સમયમાં યોજાનાર રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના દંડક બળવંતસિંહ રાજપૂતે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. બળવંતસિંહ શંકરસિંહ વાઘેલાના પુત્રના વેવાઈ પણ છે. તે ઉપરાંત બીજી એક ઘટનામાં કોંગ્રેસના ધારાસભ્ય તેજશ્રીબેન પટેલે પણ રાજીનામું આપી દીધું છે. આ રાજીનામા પરથી એવું લાગે છે કે હવે કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર અહેમદ પટેલની સામે કોઈ અપક્ષ ઉમેદવાર ઉભો રહી શકે છે. બંને ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું. 

સામાન્‍ય રીતે રાજય સભાની ચૂંટણીમાં ગુજરાતના ઉમેદવારો બિનહરીફ ચૂંટાતા આવ્‍યા છે. રાજયસભાની ત્રણ બેઠકો માટે ભાજપના બે ઉમેદવારોની જીત સ્‍પષ્ટ જણાય છે. જો કોંગ્રેસમાંથી કોઇ બળવાખોર ઉમેદવારી કરે તો કોંગ્રેસના ઉમેદવાર અહેમદભાઇ પટેલને કમસેકમ ૪૬ મતો જીત માટે મેળવવા આવશ્‍યક છે. ગુજરાત વિધાનસભામાં કુલ ૧૮૨ મતદારો છે. તે પૈકી ભાજપનું સંખ્‍યાબળ ૧૨૧ જયારે કોંગ્રેસ પાસે ૫૭ ધારાસભ્‍યો ઉપરાંત એનસીપીના ૨ ધારાસભ્‍યો ટેકો આપે તેવી શક્‍યતા છે. જયારે બે અપક્ષ ધારાસભ્‍યો ભાજપને મત આપે એવી શક્‍યતા જણાય છે. જો ભાજપ પોતાના બે ઉમેદવારને ૪૬-૪૬ મત પ્રથમ પ્રેફરન્‍સના ફાળવે તો કુલ ૯૨ મતે બન્ને ઉમેદવારો ચૂંટણી જીતી જાય અને ભાજપ પાસે ૪૧ મતો વધારાના રહે. આ સંજોગામાં જો શંકરસિંહ વાદ્યેલાનું બળવાખોર જૂથ કોંગ્રેસી છાવણીમાં ગાબડુ પાડે તો કોંગ્રેસ માટે કફોડી સ્‍થિતિ થઇ શકે. ટૂંકમાં એહમદભાઇને સલામત રીતે જીતવા કમસેકમ ૪૬ મતો મેળવવા જરૂરી છે. ગુજરાતમાં ભાજપ લોકસભામાં ૨૬માંથી ૨૬ જયારે રાજયસભામાં ૧૧માંથી ૯ બેઠકો ધરાવે છે.એહમદભાઈ ઉપરાંત મધુસૂદન મિસ્ત્રી માત્ર બે જ સાંસદ રાજયસભામાં છે ત્‍યારે આ બેઠક જીતવા એહમદભાઈ એડી ચોટીનું પૂરે પૂરું જોર લગાવશે જયારે સામે પક્ષે અમિતભાઈથી માંડીને શંકરસિંહ વાઘેલા જૂનો રાજકીય સ્‍કોર સેટલ કરવા એહમદભાઈને હંફાવવાની પૂરી કોશિશ કરશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વરસાદે હવે અમદાવાદને ધમરોળવાનું શરુ કર્યું. એક જ રાતમાં શહેર આખું જળબંબાકાર

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને ધમરોળ્યા બાદ વરસાદે હવે અમદાવાદનો વારો કાઢ્યો છે. ગઈ કાલે ...

news

Photo આ અમદાવાદનું એરપોર્ટ છે કે તળાવમાં બનેલુ Airport..!! ભારે વરસાદથી અમદાવાદ Airportનો રનવે ડેમેજ

ગુજરાતના અમદાવાદમાં ભારે વરસાદને કારણે એયરપોર્ટના રનવેને ભારે નુકશાન થયુ છે. એયર ઈંડિયાની ...

news

VIDEO - ગુજરાતમાં વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત.. જુઓ વીડિયો

અમદાવાદમાં ગત વર્ષે વરસાદની સંપૂર્ણ સીઝન દરમિયાન કુલ 23 ઈંચ વરસાદ પડયો હતો. જેની તુલનામાં ...

news

રોજ દોડતા અમદાવાદની .8 ઈચ વરસાદે હાલત બગાડી.. જુઓ તસ્વીરોમાં Ahmedabad City in photos

: અમદાવાદમાં ગઇકાલે મોડી રાતથી વીજળીના કડાકા સાથે અનરાધાર વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine