શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 જુલાઈ 2017 (10:08 IST)

દીવમાં ભાજપના સૂપડા સાફ, ભાજપના મહિલા મોર્ચાના પ્રમુખનો આક્ષેપ, કોંગ્રેસે ઈવીએમ મશીનમાં ગોટાળા કર્યાં

ગુજરાતના કેન્દ્રશાસિત પ્રદેશ અને પ્રવાસન સ્થળ દીવમાં સોમવારે જાહેર થયેલા નગર પાલિકાની ચૂંટણીના પરિણામમાં કુલ 13 બેઠકો પૈકી 10 પર કોંગ્રેસે જીત મેળવી છે જ્યારે ભાજપના ફાળે 3 બેઠકો આવી છે. 13 વોર્ડ ધરાવતી દીવ નગર પાલિકાની ચૂંટણી માં ભાજપ – કોંગ્રેસ સહિત કુલ 40 ઉમેદવારો મેદાને હતા. દીવ નગર પાલિકાનું 1 જુલાઇ ના રોજ મતદાન યોજાયું હતું. 

સોમવારે વહેલી સવારથી દીવ પાલિકા ચૂંટણીની મતગણતરી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે હાથ ધરવામાં હતી. જેમાં જાહેર થયેલા પરિણામ મુજબ કોંગ્રેસનો જ્વલંત વિજય થયો હતો. પરિણામ જાહેર થયા બાદ દીવ કોંગ્રેસમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. ફટાકડા તેમજ ઢોલ-નગારા વગાડી કોંગ્રેસે વિજયની ઉજવણી કરી હતી. જ્યારે ભાજપે કોંગ્રેસ પર મશીનમાં ગોટાળા કર્યા હોવાનો આરોપ મૂક્યો હતો. દીવ ભાજપના વિજેતા ઉમેદવાર અને મહિલા મોરચા પ્રમુખ આરતી બેને મીડિયા સાથે વાત કરતા ગંભીર આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે લોકોને ગુમરાહ કર્યા છે એટલું જ નહીં ઈવીએમ મશીનમાં ગોટાળા કર્યા છે. ભાજપની હાર પાછળના અન્ય કારણો ગણાવતા કહ્યું કે દીવમાં નેશનલ હાઇવે પર થયેલી દારૂબંધીના કારણે ભાજપને ફટકો પડ્યો છે. દીવ કોંગ્રેસે ભાજપે કરેલા આરોપોને વાહિયાત અને પાયાવિહોણા ગણાવ્યા છે. દીવ કોંગ્રેસનો વિજય થતા દીવમાં હાલ જશ્ન નો માહોલ છે દીવ દમણમાં કોંગ્રેસની જીતને લઇ કોંગ્રેસ કાર્યકરોમાં ખુશીનો પાર રહ્યો નહોતો. ઢોલ નગારાના તાલે કોંગી કાર્યકરો ઝુમી ઉઠ્યાં હતા.