મંગળવાર, 12 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 જુલાઈ 2021 (21:17 IST)

ગુજરાત કોરોના બુલેટીન: 24 કલાકમાં નોંધાયા 30 કેસ, આજેપણ એકપણ દર્દીનું મોત નહી

Gujarat Corona Bulletin
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 કેસ નોંધાયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 30 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 57 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,14,413 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 98.74 ટકાએ પહોંચ્યો હતો. 
 
રાજ્યમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ 285 કોરોનાના કુલ એક્ટિવ કેસ છે. 5 લોકો વેન્ટિલેટર પર છે. 280 લોકો સ્ટેબલ છે. 8,14,413 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. આજે રાજ્યમાં એકપણ દર્દીનું મોત નિપજ્યું નથી. 10,076 લોકોનાં કુલ મોત નિપજ્યાં છે.
 
ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 3,69,164 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.