ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 21 એપ્રિલ 2020 (18:14 IST)

ગુજરાતના આ 3 શહેરોમાં 24 એપ્રિલ સુધી લંબાવાયો કરર્ફ્યૂ

અમદાવાદ, સુરત અને રાજકોટમાં જે રીતે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે તેને ધ્યાને લઈને કર્ફ્યુ આગામી તારીખ 24  એપ્રિલ  સવારના 6.00 કલાક સુધી યથાવત રહેશે.
 
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં આ ત્રણેય શહેરોમાં જે રીતે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે તે અંગે ચિંતા વ્યકત કરીને જરૂરી પરામર્શ કર્યો હતો. 
 
આ શહેરોના જે વિસ્તારમાં સંક્રમણનું પ્રમાણ વધ્યું છે તેવા વિસ્તારમાં સંક્રમણ ઝડપથી અટકે અને અન્ય વિસ્તારમાં ન પ્રસરે તે માટે નાગરિકોના આરોગ્યની ચિંતા કરીને આ કર્ફ્યુની મુદત આગામી તા.24  એપ્રિલ સવારના 06.00 કલાક સુધી લંબાવવાનો મહત્વ નિર્ણય કર્યો છે.