સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 8 મે 2022 (11:56 IST)

ગુજરાત સરકારનો ક્રાંતિકારી નિણર્ય, હવે મહેસૂલી કામકાજ માટે ખેડૂતોને ગાંધીનગરના ધક્કા નહીં થાય

bhupendra patel
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે મહેસૂલી કામકાજ માટે ખેડૂતોને ગાંધીનગરના ધક્કા નહીં થાય તે માટે ગુજરાત સરકારનો ક્રાંતિકારી નિણર્ય કર્યો છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ગુડ-ગવર્નન્સ–સુસાશનની આગવી પરિપાટીને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહેસૂલ વિભાગના જુના પુરાણા વર્ષો જુના અને નાબુદ થયેલા 24 જેટલા વિવિધ ઈનામ નાબૂદી કાયદાઓના સંદર્ભમાં નવી/જુની શરતની અસમંજસતાથી ઉદભવતા લોકોના પ્રશ્નોનું સરળ અને પારદર્શી નિરાકરણનો અભિગમ અપનાવ્યો છે.
 
હેસૂલ વિભાગે આવા નાબૂદ થયેલા ૨૪ જેટલા કાયદાઓની બાબતમાં અગાઉ નવી અને જુની શરતની જમીનો બાબતે પ્રવર્તતી અસમંજસતા-દ્વિધા દુર કરવા વિસ્તૃત કાર્ય આયોજન કર્યુ છે અને આ અંગેની વિગતવાર સુચનાઓ મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે.