ગાંધીનગર સિવિલમાં પાયલોટ પ્રોજેક્ટ શરૃ, વૃધ્ધોને સરકાર હવે ઘરે બેઠા તબીબી સારવાર આપશે

ગુરુવાર, 17 મે 2018 (13:12 IST)

Widgets Magazine


 ગુજરાતમાં એકાકી જીવન જીવતાં વયસ્કો-વૃધ્ધાને પણ ઘરે બેઠા તબીબી સારવાર મળે તે માટે સરકારે નવતર અભિગમ દાખવીને 'વયસ્ક વ્યક્તિની તબીબી સેવા અર્થે મુલાકાત' એ હોસ્પિટલ ખાતેથી અમલમાં મુક્યો છે. આ પ્રોજેક્ટની સફળતા બાદ તેનો રાજ્યભરમાં અમલ કરાશે. નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે આ અંગે જણાવ્યું હતું કે નવી પેઢી શિક્ષણ-વ્યવસાય માટે વતનથી દૂર સ્થળાંતર કરતી થઈ હોવાથી આવા વૃધ્ધોની સંખ્યામાં વધારો થયો છે. જેને કારણે સરકારે તેઓને આરોગ્યની સેવા ઘરે બેઠા જ પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે. જેમાં ૭૦ કે તેથી વધુ વયના વયસ્ક લોકોને આવરી લેવાશે. આ માટે વયસ્કોએ કે તેમના પાલકોએ નિયત ફોર્મમાં વાર્ષિક ૧૦૦૦ ટોકન ફી સાથે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

નીતિન પટેલે વધુમાં કહ્યું કે, આ પ્રોજેક્ટ હેઠળ ડૉક્ટરો સ્ટાફ નર્સ અને એટેન્ડન્ટની ટીમ રજીસ્ટર્ડ થયેલા વયસ્કોની દર ૧૫ દિવસે ઘરે જઈને મુલાકાત લેશે. તેમજ જરૃર પડયે જરૃરી ટેસ્ટ કરી તેમની સારવાર કરશે. આ પ્રકારની મુલાકાત દીઠ રૃ. ૨૦૦નો ચાર્જ લેવાશે. મેડીકલની ટીમ સાથે બીપી માપવાનું મશીન, ઈસીજી મશીન, ઈન્હેલર, વજન કાંટો તથા સામાન્ય દવાઓ વગેરે સામગ્રી પણ રખાશે. લાભાર્થીઓને આ માટે કાર્ડ-બુકલેટ અપાશે. જેમાં દર્દીના રોગ સંબંધિત માહિતી લખાશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગાંધીનગર સિવિલ પાયલોટ પ્રોજેક્ટ વૃધ્ધોને સરકાર હવે ઘરે બેઠા તબીબી સારવાર

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વધારે જમીન સંપાદિત ના થાય તે માટે બુલેટ ટ્રેનના સ્ટેશનો જે તે શહેરથી દૂર અને હાઈવેથી નજીકમાં બનશે

શહેરી વિસ્તારમાં રેલવે સ્ટેશનની આસપાસ તોડફોડ થાય નહી અને જમીન સંપાદનની ખાસ વધુ જરૃરીયાત ...

news

ધોરાજીમાં કરા સાથે અડધો ઈંચ વરસાદ, વૃક્ષો ધરાશાહી થતાં વાહનવ્યવહાર અટવાયો

ધોરાજી વિસ્તારમાં બુધવારે સાંજે વાતાવરણમા અચાનક પલ્ટો આવતા ભારે પવન ફૂંકાતા પાટણવાવ રોડ ...

news

13500 રૂપિયામાં વિદેશ જવાનો અવસર, આ એયરલાઈનએ રજૂ કર્યું ખાસ ઑફર

નવી દિલ્હી- અમેરિકાની Wow એયરલાઈનએ ભારતીય યાત્રિઓ માટે એક સારી ખબર આપી છે. કંપની ભારતથી ...

news

નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલને કેમ ગુસ્સો આવે છેઃ બે પ્રસંગોમાં ગુસ્સે થયાં

હંમેશા જાહેરજીવનની વ્યસ્તતામાં શાંત સ્વભાવ રાખતા નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે બુધવારે બે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine