મોદી પીએમ બન્યા બાદ ગુજરાત સરકારે પડતર પ્રશ્નોની ચર્ચા કરવાની બંધ કરી દીધી?

શનિવાર, 27 મે 2017 (12:18 IST)

Widgets Magazine
modi in gujarat


તત્કાલિન સીએમ મોદી શાસનમાં 2013ની વાત કરીએ તો ગુજરાતના 109 પ્રશ્નો પડતર હતાં. જે બન્યા ત્યાર બાદ 2015માં 65 અને 2016માં 40 થયાં હતાં. મોદીની સરકારને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે પરંતુ ગુજરાતના પડતર પ્રશ્નોની ફરિયાદ અગાઉ મોટાપાયે કરવામાં આવતી હતી તે જાણે ઉકેલાઇ ગયા હોય તેમ રાજય સરકારે  તેનો ઉલ્લેખ સુધ્ધાં કરવાનો બંધ કરી દીધો છે.

અગાઉ યુપીએની સરકાર હતી ત્યારે રાજયની ભાજપ સરકાર દ્વારા સતત ગુજરાતને અન્યાય થતો હોવાની અને ઢગલાબંધ પ્રશ્નો વણઉકલ્યા હોવાની સતત ફરિયાદ કરવામાં આવતી હતી. નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા તે પહેલા ફેબ્રુઆરી-2013 સુધી 109 પ્રશ્નો પડતર હોવાની યાદી રાજય સરકારે જાહેર કરી હતી. આજે તે તમામ પ્રશ્નો ઉકેલાઇ ગયા હોય તેમ વર્તમાન સરકારે 2017ના બજેટ સત્ર પૂર્વે પડતર પ્રશ્નો અંગે સાંસદોને જાણકારી આપતી કે કેન્દ્રમાં ફોલોઅપ કરવા માટેની બેઠક સુધ્ધાં બોલાવી ન હતી. ગુજરાતની કેન્દ્ર સરકાર સાથેના કોઇપણ વિભાગની બેઠક હોય ત્યારે યુપીએ સરકારમાં ગુજરાતના પ્રશ્નો ઉકેલાતા નહીં હોવાની રાવ રાજય મંત્રી મંડળના સભ્યો અવારનવાર કરતા રહેતા હતા. જો કે મોદી પીએમ બન્યા તે પછી સ્થિતિ સમૂળગી બદલાઇ જવા પામી છે. 2013માં 109 પ્રશ્નોની લાંબી યાદી તૈયાર કરવામાં આવી હતી તે 2014માં મોદી સરકાર આવ્યા બાદ 2015ના વર્ષમાં 65 થઇ ગયા હતા. 2017માં કેન્દ્ર સાથેના કેટલા પ્રશ્નો પડતર છે તેની યાદી જાહેર કરવા વિભાગ દ્વારા તૈયારી પણ કરવામાં આવી હતી પરંતુ રાજય સરકારે બજેટ સત્ર પૂર્વે ગુજરાતના સાંસદોની બેઠક બોલાવવાનું જ માંડી વાળ્યું હતું. સરકાર દ્વારા સત્તાવાર રીતે કેટલા પ્રશ્નો વણઉકલ્યા રહ્યા છે તેવું જાહેર કરાયું ન હતું. 2016માં સાંસદો સાથે જે બેઠક યોજાઇ તેમાં 65માંથી 21 જેટલા પ્રશ્નો ઉકેલાયા હોવાના સરકારે દાવો કર્યો હતો. એટલે કે 40થી વધુ પ્રશ્નો પડતર રહ્યા હતા. જે ઉકેલાઇ ગયા હોય તે રીતે છેલ્લા એક વર્ષથી તેનો ઉલ્લેખ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો નથી. ભાજપની કેન્દ્રમાં સત્તા ન હતી ત્યારે કેટલાક મહત્વના પ્રશ્નો બાકી હોવાનો ઉલ્લેખ થતો હતો તેમાં પશ્વિમ રેલવેનું વડુ મથક અમદાવાદ ખસેડવું, ગુજરાતના માછીમારોને પાકિસ્તાન મરીન દ્વારા અવારનવાર પકડી જવાના કારણે બોટ-વ્યવસાયને થતું નુકસાન આજે પણ યથાવત Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, Burhan Waniનો સાથી આતંકી સબજાર ભટ્ટ ઠાર

કાશ્મીરમાં સેનાને મોટી સફળતા મળી છે. ગુપ્ત એજંસીના હવાલા પરથી જાણવા મળ્યુ છે કે કાશેમેરના ...

news

ગુજરાતમાં CM પદનો ઉમેદવાર ચૂંટણી પછી જ નક્કી થશે: ગેહલોત

કૉંગ્રેસમાં ડેમેજ કંટ્રોલની ચર્ચા વચ્ચે ગુજરાત કૉંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત શંકરસિંહ ...

news

ભાજપના નેતાઓ ગુજરાતને કેસરીયો ખેસ પહેરાવવા ‘હાર્ટ ટુ હાર્ટ’ ૨૫ લાખથી વધુ લોકોનો સંપર્ક કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળને ૩ વર્ષ પૂરાં થતાં હોવાની ઉજવણી ગુજરાત સહિત દેશભરમાં ...

news

ભાજપની ચૂંટણી પહેલાની લોલીપોપ? સવર્ણોને ઓબીસીમાં સમાવવાની પ્રારંભિક તૈયારીઓ શરૂ

ગુજરાતમાં પાટીદાર સમાજ છેલ્લા કેટલાક સમયથી ઓબીસીમાં સમાવવાની માગણી સાથે આંદોલન કરી રહ્યું ...

Widgets Magazine