પ્રવેશોત્સવ - કોલેજમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર આપશે Tablet ! !

અમદાવાદ., શુક્રવાર, 23 જૂન 2017 (15:44 IST)

Widgets Magazine
vijay rupani

 ગુજરાતમાં બાળકોને શાળામાં દાખલો અપાવવા માટે પ્રદેશની સરકાર દ્વારા દર વર્ષે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવે છે.  પ્રદેશના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાળકોના હેઠળ સ્કુલમાં દાખલો અપાવવાની સાથે જાહેરાત કરી છેકે આ વખતે 15 ઓગસ્ટ સુધી કોલેજમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને આપવામાં આવશે. વિજય રૂપાણીએ કહ્યુ કે ટેબલેટની મદદથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવો સહેલો રહેશે. 
 
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૂરતમાં શાળા પ્ર્વેશોત્સવનો પ્રારંભ કરાવતા કહ્યુ કે 100 ટકા બાળકો શાળામાં જાય. આ માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. વિજય રૂપાણીએ કહ્યુ કે સૂરતમાં ચાર બ્રિજ અને રસ્તા ઓછા બનશે તો ચાલશે.  પણ બાળકો ભણ્યા વગર રહી જાય એ યોગ્ય નથી. ફુટપાથ પર રહેનારા અને ગરીબ બાળકો પણ શિક્ષણથી વંચિત રહે નહી. સરકારે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં 25  હજાર કરોડ રૂપિયાની વહેંચણી કરવામાં આવી છે. સરકારી શાળાને સ્માર્ટ બનાવવા માટે સરકાર કામ કરી રહી છે. શિક્ષકોને પણ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.  પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા પછી ગુજરાતના શાળામાં પણ પ્રયોગ કરવામાં આવશે. 
 
વિજય રૂપાણીએ જોર આપતા કહ્યુ કે આગામી 15 ઓગસ્ટ સુધી 12મુ પાસ કરી કોલેજમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે ટેબલેટ વિતરણ કરવામાં આવશે. બજારમાં આ ટેબલેટની કિમંત 8000 રૂપિયા છે જેને સરકાર તરફથી માત્ર 1000 હજાર રૂપિયામાં વિદ્યાર્થીઓને આપવામાં આવશે.  આ યોજના હેઠળ કુલ ચાર લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવશે.  તેમણે કહ્યુ કે દેશ આધુનિઅક્તા તરફ વધી રહ્યો છે અને પ્રદેશના વિદ્યાર્થીઓ પણ આધુનિક બને એ માટે રાજ્ય સરકારે આ પહેલ કરી છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધી - રથયાત્રાનો સમગ્ર રૂટ નો પાર્કિંગ ઝોન

અમદાવાદમાં રથયાત્રાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસથી મોસાળ ગયેલા ભગવાન ...

news

If GST in SARKAR out - હાથલારી મંડળના લોકોએ કહ્યું, GST એટલે ગઈ સરકાર તમારી!

1 જુલાઈથી લાગુ થનાર જીએસટીના મુદ્દે કાપડના વેપારીઓએ વિરોધ કર્યો હતો. ગુરુવારે કાલુપુર ...

news

Rajkot બન્યું સ્માર્ટ સિટી

છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી રાજકોટ મ્યૂનસીપલ કો. કેન્દ્ર સરકારની સ્માર્ટ સીટી સ્પર્ધામાં ભાગ ...

news

દિલ્હીના નેતાઓની અનિર્ણયાકતાથી ‘આપ’ હવે ચૂંટણી નહીં લડે તેવા સંદેશા વાઇરલ-કાર્યકરો નારાજ

આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણી નહીં લડે તેવા સંદેશા દિલ્હીથી વાઇરલ થતા રાજયભરના ...

Widgets Magazine