શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 જુલાઈ 2021 (12:34 IST)

ગુજરાત હાઈકોર્ટ અપ્રત્યક્ષ સુનાવણીનું જીવંત પ્રસારણ કરતી દેશની સૌ પ્રથમ હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટ આજથી અપ્રત્યક્ષી સુનાવણીનું જીવંત પ્રસારણ કરતી દેશની પહેલી હાઈકોર્ટ બની છે. હાઈકોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણનું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાએ વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું હતું. ન્યાય પ્રક્રિયામાં સુધારો અને ન્યાય આપવાની દિશામાં ગુજરાત હાઈકોર્ટનું જીવંત પ્રસારણ સાથે જ ઓપન કોર્ટ તરફનું ઐતિહાસિક પગલું છે. તેમ ચીફ જસ્ટિસ એન.વી રમન્નાએ જણાવ્યું હતું.ચીફ જસ્ટિસ એન વી રમન્નાએ વધુમાં જણાવ્યું હતું કે, લાઈવ સ્ટ્રિમિંગથી જજ પર દબાણ વધશે પરંતુ જનપ્રિય અભિપ્રાયથી લોકોને વિમુખ રાખવા જોઈએ.

લાઈવ સ્ટ્રિમિંગની આ પહેલથી લોકોમાં જસ્ટિસની ટ્રાન્સપરન્સી રહેશે.લોકોમાં ન્યાય પ્રક્રિયાનો વિશ્વાસ વધુ મજબૂત બનશે.ગુજરાત હાઈકોર્ટના આઈટી વિભાગના રજિસ્ટ્રાર અશોક ઉકરાણીએ જણાવ્યું હતું કે, 26 ઓક્ટોબર 2020થી ફર્સ્ટ કોર્ટ પ્રોસિડીગ ઓનલાઇન જોવા મળતું હતું. ઓપન કોર્ટ માટે 2018માં સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો હતો. ગુજરાત હાઇકોર્ટ યુટ્યુબ ચેનલને 48 લાખ વ્યૂ મળ્યાં છે. ગુજરાત હાઇકોર્ટ ચીફ જસ્ટિસ અને અન્ય જસ્ટિસે અન્ય કોર્ટનુ પણ લાઈવ સ્ટ્રિમિગ કરવા નક્કી કર્યું છે. દેશમાં પ્રથમ ગુજરાત હાઇકોર્ટે આ શરૂ કર્યું છે. સોમવારથી બાકીની કોર્ટના લાઈવ સ્ટ્રિમિગ થશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ ઉદઘાટન કર્યું છે. ગુજરાત હાઇકોર્ટની વેબસાઇટ પર પણ લિંક મળશે. ફિઝિકલ કોર્ટ શરૂ થશે ત્યારે પણ લાઈવ સ્ટ્રિમિંગ ચાલુ રહેશે. નાગરિકો ઘરે બેઠા કોર્ટની તમામ કામગીરી, દલીલો, ચૂકાદા જોઈ- સાંભળી શકશે.ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે તેમની સમક્ષના કેસોની સુનાવણી પ્રાયોગિક ધોરણે 26 ઓક્ટોબર 2020થી યુ-ટ્યુબ ઉપર લાઈવ શરૂ કરી હતી. ગુજરાત હાઇકોર્ટ તેની કાર્યવાહી ઓનલાઇન યુટ્યુબ ઉપર સ્ટ્રિમિંગ કરી રહી છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથની અદાલત તેમની બેન્ચ સમક્ષના કેસો યુટ્યુબ ઉપર લાઈવ સ્ટ્રિમિંગ કરી રહી છે.