શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 મે 2017 (11:49 IST)

ધોરણ 12 સાયન્સનું 81.89 ટકા પરિણામ, વિદ્યાર્થીઓને આજે જ માર્કશીટ પણ મળી જશે

બોર્ડ દ્વારા માર્ચ 2017માં લેવાયેલી ધોરણ 12 સાયન્સની ચોથા સેમેસ્ટરની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરી દેવાયું છે. આ વખતે સાયન્સનું 81.89 ટકા જેટલું ઉંચું પરિણામ આવ્યું છે. ગત વર્ષે આ પરિણામ 79.03 ટકા હતું. આ પરીક્ષામાં 1.38 લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પરક્ષામાં વિદ્યાર્થીઓનું પરિણામ 82.06 ટકા, જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 81.60 ટકા રહ્યું છે. જ્યારે, ગોંડલ કેન્દ્રનું પરિણામ સૌથી વધુ એટલે કે 98.77 ટકા આવ્યું છે જ્યારે, સિલવાસાનું સૌથી ઓછું 39 ટકા પરિણામ આવ્યું છે.

આ પરિણામને બોર્ડની વેબસાઈટ http://www.gseb.org/ પરથી પણ જોઈ શકાશે. પરિણામ જાહેર કરતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને આજે જ માર્કશીટ પણ આપી દેવાશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આજે ચોથા સેમેસ્ટરના અંતે માર્ચ 2017 ધોરણ 11-12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર રાજ્યમાં ગોંડલ કેન્દ ટોપ પર આવ્યું છે. ગોંડલ કેન્દ્ર 98.77 ટકા સાથે રાજ્યમા પ્રથમ આવ્યું છે. 2016માં પણ ગોંડલ કેન્દ્ર 97.17 ટકા સાથે રાજ્યમાં ટોપ પર રહ્યું હતું. ત્યારે સતત બીજા વર્ષે પણ ગોંડલ કેન્દ્રે મેદાન માર્યું છે. રાજકોટમાં વિદ્યાર્થીઓએ 11-12 સાયન્સના પરિણામને વધાવ્યું હતું. તેમજ ઢોલના તાલે ટીટોડો લીધો હતો. પરિણામને લઇને વિવિધ સ્કૂલોમાં ઉજવણી થઇ રહી છે.  જિલ્લાવાર જોઈએ તો બોટાદ જિલ્લાનું આ વખતે સૌથી ઉંચું 94.02 ટકા જ્યારે છોટા ઉદેપુરનું સૌથી ઓછું 51.54 ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદ શહેરનું પરિણામ 85.98 ટકા, જ્યારે ગ્રામ્યનું પરિણામ 90.26 ટકા આવ્યું છે. સુરત જિલ્લાનું પરિણામ 86.72 ટકા, રાજકોટનું 93.24 ટકા, વડોદરાનું 81.33 ટકા પરિણામ આવ્યું છે.આ પરિક્ષામાં એ1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખઅયા 589 થાય છે, જ્યારે એ2 ગ્રેડ 5179 વિદ્યાર્થીઓએ મેળવ્યો છે. ઈંગ્લિશ મીડિયમનું પરિણામ આ વખતે પણ ગુજરાતી મીડિયમ કરતાં ઉંચું આવ્યું છે. ગુજરાતી મીડિયમનું આ વખતનું પરિણામ 81.61 ટકા આવ્યું છે, જ્યારે ઈંગ્લિશ મીડિયમનું પરિણામ 84.87 ટકા આવ્યું છે. જ્યારે, એ ગ્રુપ ધરાવતા વિદ્યાર્થઓનું પરિણામ 84.81 ટકા આવ્યું છે, અને બી ગ્રુપનું કુલ પરિણામ 79.35 ટકા આવ્યું છે. જ્યારે એબી ગ્રુપના સ્ટૂડન્ટ્સનું સૌથી વધુ 86.36 ટકા પરિણામ આવ્યું છે.આ વખતની પરીક્ષામાં કેમેસ્ટ્રી વિષયમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. કેમેસ્ટ્રી પપરમાં 1.38 લાખ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જેમાંથી 84.59 ટકા પાસ યા છે. જ્યારે, ફિઝિક્સમાં 84.59 ટકા, બાયોલોજીમાં 87.43 ટકા, ગણિતમાં 86.76 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ઈંગ્લિશ (સેકન્ડરી લેંગ્વેજનું પરિણામ પણ 97.03 ટકા રહ્યું હતું.