સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 20 ડિસેમ્બર 2021 (18:57 IST)

કોણ છે જેમને કહેવામાં આવી રહ્યા છે ગુજરાતના યોગી, ટ્વિટર પર થઈ રહ્યા છે ટ્રેંડ

હિન્દુ યુવા વાહિનીના ગુજરાત પ્રભારી યોગી દેવનાથ ટ્વિટર પર ટ્રેંડ કરી રહ્યા છે. ટ્વિટર પર તમામ લોકો યોગી દેવનાથની તસ્વીરો પોસ્ટ કરી રહ્યા છે અને તેમને ગુજરાતના યોગી બતાવી રહ્યા છે. યોગી દેવનાથની તસ્વીરો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે પણ વાયરલ થઈ રહી છે. આટલુ જનહી ખુદ યોગી દેવનાથ પણ પોતાના ટ્વિટર પર ખૂબ સક્રિય રહે છે અને સતત તમામ પોસ્ટ અને તસ્વીરો શેયર કરતા રહે છે. 

વાસ્તવમાં યોગી દેવનાથ ગુજરાતમાં હિન્દુ યુવા વાહિનીના પ્રભારી છે. હાલમાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથેની તેમની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી અને તેઓ ચર્ચામાં આવ્યા હતા. જ્યારે લોકોએ તેની તસવીરો પોસ્ટ કરવાનું શરૂ કર્યું ત્યારે ટ્વિટર પર 'ગુજરાત કા યોગી' ટ્રેન્ડ થવા લાગી. આ પછી, યોગી દેવનાથના ટ્વિટર હેન્ડલ પરથી ખબર પડી કે તેઓ ખૂબ જ એક્ટિવ છે.
 
રિપોર્ટ્સ મુજબ યોગી દેવનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિકટના માનવામાં આવે છે. યોગી દેવનાથના નામ પર જ તેમની એક વેબસાઈટ પણ છે. જેમા લખવામાં આવ્યુ છે કે તેઓ ગુજરાતમાં હિન્દુ યુવા વાહિનીના પ્રભારી હોવાની સાથે સાથે કચ્છ સંત સમાજના અધ્યક્ષ છે અને અખિલ ભારતીય સાધુ સમાજના સભ્ય છે. તેઓ લગભગ 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે પણ જોડાયા છે. સાથે જ તેઓ એકલઘામ આશ્રમના મહંથ પણ છે. 
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાથ સંપ્રદાય સાથે જોડાયેલા યોગી દેવનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના ગુરુભાઈ છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં યોગી દેવનાથનો નોંધપાત્ર પ્રભાવ છે. એટલું જ નહીં, યોગી દેવનાથને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કચ્છ જિલ્લાની રાપર વિધાનસભા બેઠક પરથી ઉતારવાની અટકળો પણ ચાલી રહી છે.
 
આ પહેલા તેઓ આ વર્ષે સપ્ટેમ્બરમાં ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમનુ એક ટ્વીટ વાયરલ થયુ જેમા તેમણે લખ્યુ, '851000 ફોલોવર્સ થવા પર બધાનો દિલથી આભાર. આ ફોલોવર્સ નહી, માર પરિવારનો ભાગ છે. તમારો લોકોનો આ જ રીતે એક બહેનને પ્રેમ મળતો રહે. આ ટ્વીટમાં તેમણે બહેન લખ્યુ તો લોકો તેમના પર આરોપ લગાવવા લાગ્યા કે ફોલોવર્સ વધારવા માટે તેઓ બહેન લખી રહ્યા છે. જો કે પછી તેમણે ચોખવટ કરી કે તેમનુ એકાઉંટ હૈક થઈ ગયુ હતુ.