ગુરુવાર, 24 એપ્રિલ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 19 એપ્રિલ 2025 (13:53 IST)

19 એપ્રિલના રોજ આ રૂટ પર 4.30 કલાક માટે બંધ રહેશે મેટ્રો સેવા, સામે આવ્યુ મોટુ કારણ

Ahmedabad metro rail facility
અમદાવાદથી ગાંધીનગરની વચ્ચે મેટ્રો સેવાઓના શરૂ થયા બાદ રોજ કામકાજના પ્રક્રિયામાં બંને શહેરો વચ્ચે આવતા-જતા લોકોને ખૂબ સુવિદ્યા મળે છે. હવે આ સુવિદ્યા પર એક નાનકડી બ્રેક લાગવાની છે. ઉલ્લેખનીય છે કે મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર 1 ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રેન સેવા 19 એપ્રિલન આ રોજ સવારે 8:00વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી અસ્થાયી રૂપે બંધ રહેશે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે ગાંધીનગર માર્ગ (Motera Stadium to Secretariat/GIFT City) નુ મેટ્રો રેલ સેફ્ટી કમિશ્નર દ્વારા નિરીક્ષણ કરવામાં આવવાનુ છે.  ઉલ્લ્લેખનીય છે કે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન સેવા સવારે 8:00 વાગ્યાથી રાત્રે  8:14 વાગ્યા સુધી ચાલે છે.  આ નિરીક્ષણ 19 એપ્રિલના સવારે 8:00 વાગ્યાથી ત્રિજા પહર 12.30 વાગ્યા સુધી રહેશે. 
 
ક્યારથી શરૂ થશે નિયમિત મેટ્રો  ?
 
આ સમયગાળા દરમિયાન મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1/ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રેન સેવા ઉપલબ્ધ રહેશે નહીં. જોકે, બપોરે 12:30 વાગ્યા પછી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની બધી મેટ્રો ટ્રેનો તેમના નિયમિત સમય મુજબ દોડશે. 19 એપ્રિલના રોજ, સેક્ટર-1  થી મોટેરા સ્ટેડિયમ માટે પહેલી ટ્રેન બપોરે 12:58  વાગ્યે ઉપડશે, જ્યારે મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-૧ માટે પહેલી ટ્રેન બપોરે 1:12  વાગ્યે ઉપડશે.