પાટીદારોને ઓબીસી મળશે તે માટે રાહુલ લેખિતમાં ખાતરી આપે : સરદાર સંકલ્પ રથ

સોમવાર, 6 નવેમ્બર 2017 (12:27 IST)

Widgets Magazine
patidar hardik patel

 અનામત આંદોલનમાં ભાજપ બાદ દ્રારા ચાર માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જ્યારે દિલ્હીમાં રવિવારના રોજ કપિલ સિમ્બલ અને બાબુ માંગુકિયા વચ્ચે પણ પાટીદાર સમાજને અનામત કઇ રીતે આપી શકાય તે અંગે ચર્ચા કરાઇ હતી. જેમાં સરદાર સંકલ્પ રથના નેજા હેઠળ 24 જીલ્લાના પાટીદાર યુવા સંગઠનો દ્વારા રાહૂલ ગાંધી અને અલ્પેશ ઠાકોર તેમજ સામે સવાલો ઉઠાવ્યા હતા. જેમા, કોંગ્રેસ કેવી રીતે ઓબીસીમાં અનામત આપી શકે તેમજ અલ્પેશ ઠાકોર તેનો વિરોધ કરશે કે સમર્થન ઉપરાંત હાર્દિક ઓબીસી છોડીને ઈબીસી પ્રત્યે કુણું વલણ કેમ ધરાવે છે તેવા અનેક પ્રકારના સવાલો ઉઠાવાયા હતા. સરદાર કલ્પરથે રાહૂલ અને અલ્પેશ પાસે તેમના પાટીદારોને ઓબીસી મળે તે અંગેના વલણને લેખિતમાં આપવાની માગ કરી છે. સાથેજ જણાવ્યું છે કે, જો લેખિતમાં સમર્થન આપશે તો કોંગ્રેસને પણ સમર્થન આપવા અંગે વિચાર કરવામાં આવશે. આ અંગે તમામ સંસ્થાઓ વતી સરદાર કલ્પરથના હરેશ પટેલે જણાવ્યુ હતુ કે આંદોલનને પુર્ણ કરવા સરકાર સાથે થયેલી મિટીંગમાં સરકારે ત્રણ શરતો માની હતી. જ્યારે આર્થિક સહાય પણ સંસ્થાઓએ કરી દીધી છે. તેમ છતા ‘પાસ’ની ટીમ કોંગ્રેસ સાથે મિટીંગ કરીને અનામતની માંગ કરીને સમાજને ગુમરાહ કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધી અને અલ્પેશ ઠાકોર પાસે પાટીદાર સમાજને ઓબીસીમાં અનામત મળશે તેવુ પણ લેખીતમાં માંગણી કરી છે. તથા શિયાળુ સત્રમાં રાહુલ ગાંધી લોકસભામાં બીલ રજુ કરે તે જ કોંગ્રેસને સમર્થન આપવા વાટાધાટો કરવા તૈયાર હોવાનુ હરેશે જણાવ્યુ હતુ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

આણંદ જિલ્લાના 30 ગામોમાં પાટીદાર અને 190 ગામોમાં ક્ષત્રિય મતદારો

આણંદ જિલ્લાની સાત વિધાનસભાની બેઠકમાં કોંગ્રેસનું એકચક્રીય શાસન જોવા મળે છે. જ્યારે આણંદ ...

news

દલિત પક્ષો સાથે કોંગ્રેસનું ગઠબંધન કરવા દલિતોની માંગ

તાજેતરમાં જ નવસારી ખાતે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે દલિત યુવા નેતા જિજ્ઞેશ ...

વર્લ્ડ બેંકે સમગ્ર ભારતમાંથી માત્ર રાજકોટના વખાણ કર્યા

ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાની દિશામાં રાજકોટ મહાનગરપાલિકાએ વધુ એક સિધ્ધિ હાંસલ કરી છે ...

news

રાહુલ ગાંધી બાદ ખુદ અમિત શાહ આદિવાસીઓને મનાવવા દક્ષિણ ગુજરાતના પ્રવાસે નિકળ્યા

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ તેમના દક્ષિણ ગુજરાતના પ્રવાસમાં આદિવાસીઓને હજુપણ જમીન ...

Widgets Magazine