અમેરિકાના દંપત્તિએ રાજકોટની દિવ્યાંગ બાળાને લીધી દત્તક

શુક્રવાર, 11 ઑગસ્ટ 2017 (16:03 IST)

Widgets Magazine
divyang


રાજકોટની 10 માસની અનાથ બાળાને માતા પિતા દ્વારા હોસ્પિટલમાં જ ત્યજી દીધા બાદ તેને રાજકોટના કાઠીયાવાડ બાલાશ્રમમાં રાખવામાં આવી હતી. કોણ જાણે ભગવાન ક્યા સ્વરૂપે આવે, તરછોડાયેલી દિવ્યાંગ બાળાને માટે અમેરિકાથી એક દંપત્તિ ભગવાનનું સ્વરૂપ લઈને આવ્યા છે. અમેરિકાના દંપત્તિએ બાળાને લેવાનો નિર્ણય કરતાં બાળાના જીવનમાં ઉજાશ ફેલાયો છે. મળતી માહિતી મુજબ રાજકોટના કાઠીયાવાડ બાલાશ્રમમાં 10 માસની દિવ્યાંગ બાળા દુર્વાનો ઉછેર થયો છે. અમેરિકાથી લિઝા જોસેફ અને ફિલિપ જોસેફ નામનું જોસેફ દંપત્તિ અહીં આવ્યું.

તેઓ અમેરિકામાં મિશિગન રાજ્યના જીનેન્ડમાં રહે છે. તેમણે અગાઉ ઈથોપીયાથી બાળક દત્તક લીધું હતું. તેમણે દુર્વાને દત્તક લેવાની કામગીરી મોટાભાગે ઓનલાઈન કરી હતી. પાંચ મહિના પહેલા આ બાળકીને આ દંપત્તિએ ફોટો જોઈ પસંદ કરી હતી. તે પછી તેમણે આજે કાયદાકિય કાર્યવાહીઓ પુરી કરી બાળકીનો કબજો મેળવ્યો છે. તેમણે જ્યારે બાળકીને દત્તક લીધી ત્યારે ખોડલધામ ટ્ર્સ્ટના ચેરમેન પણ ત્યાં હાજર રહ્યા હતા. હવે તેઓ દુર્વાને દત્તક લીધી છે. તેઓ દુર્વાનું નામ બદલીને ઓમેલા રાખવાના છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કોંગ્રેસના સસ્પેન્ડ કરાયેલા 7 ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષના ઘરે જઈને રાજીનાંમા આપ્યાં

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય હોવા છતાં ભાજપને મત આપનાર કોંગી ધારાસભ્યોએ ...

news

નિલેશ રૈયાણી હત્યાકેસમાં ગોંડલના ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ સહિત ત્રણને આજીવન કેદ

વર્ષ 2004માં ગોંડલમાં વાછરા ગામના નિલેશ મોહન રૈયાણી હત્યા કેસમાં ત્રણને હાઈકોર્ટે ...

news

વડોદરામાં પથ્થરમારો, ૧૦થી વધુ વાહનોને આગચંપી , ૫ ટીયરગેસના સેલ છોડયાં

વડોદરામાં ગુરૂવારે મોડી રાત્રે પ્રતાપ મડઘાની પોળના ગણપતિની સવારી પર પથ્થરમારો થતાં અને ...

news

Venkaiya Naidu - જાણો ભારતના 13મા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ વિશે

- 1 જુલાઈ 1949ના રોજ વેંકૈયા નાયડુનો જન્મ થયો - વેંકૈયા નાયડુના પિતા એક ખેડૂત હતા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine