મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ. , સોમવાર, 8 ઑક્ટોબર 2018 (10:55 IST)

#UPBIHAR MIGRANTS - ગુજરાતમાં રેપની ઘટના પછી ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો પર હુમલો, જાણો આ પાછળના 10 મુખ્ય કારણો

UP Bihar Gujarat
 ગુજરાતના હિમંતનગરમાં ગયા મહિને 14 મહિનાની એક બાળકી સાથે બળાત્કાર મામલે બિહારના એક વ્યક્તિની ધરપકડ પછી મામલો ખૂબ ગરમાય ગયો છે. આ ઘટના પછી ગુજરાતના અનેક વિસ્તારમાં રહેનારા યૂપી અને બિહારના પ્રવાસીઓ નિશાના પર આવી રહ્યા છે. તેમના પર હુમલો કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગર અમદાવાદ, પાટન, સાબરકાંઠા અને મેહસાણા વિસ્તારમાંથી સેકડો પ્રવાસી પોતાનુ કામકાજ છોડીને ગુજરાતથી પરત પોતાના ઘર તરફ જઈ રહ્યા છે. ઉત્તર ભારતીયો પર હુમલા બાબતે અત્યાર સુહી 342 લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે તેમ છતા પ્રવાસીઓમાં ભયનુ વાતાવરણ છે. 
 
ગુજરાતમાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો પર હુમલો ... જાણો આ અંગેની 10 મોટી વાત 
 
1.  આ ઘટના પછી રાજ્યના અનેક વિસ્તારમાં બિન ગુજરાતીઓ ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના રહેનારા લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. 
 
2. 28 સપ્ટેમ્બરના રોજ એક બાળકી સાથે કથિત રૂપે બળાત્કાર કરવા માટે બિહારના એક રહેવાસીની ધરપકડ કર્યા પછી બિન ગુજરાતીઓને નિશાન બનાવાયા અને સોશિયલ મીડિયા પર ધૃણા સંદેશ ફેલાવવામાં આવ્યો 
 
3.  પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા એ પત્રકારોને જણાવ્યુ કે મુખ રૂપે છ જીલ્લા હિંસાથી પ્રભાવિત થયા છે. મહેસાણા અને સાબરકાંઠા સૌથી વધુ પ્રભાવિત થયા છે. 
 
4. આ જીલ્લામા6 42 મામલા નોંધવામાં આવ્યા છે અને અત્યાર સુધી 342 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે. તપાસ દરમિયાન આરોપીઓના નામ સામે આવ્યા પ્છી વધુ લોકોની ધરપકડ કરવામાં આવશે. 
 
5. બીજેપીએ જણાવ્યુ કે પ્રભાવિત ક્ષેત્રમાં રાજ્ય રિઝર્વ પોલીસની 17 કંપનીઓને ગોઠવવામાં આવી છે. 
 
 
6. તેમણે કહ્યુ  બિન-ગુજરાતીના નિવાસ ક્ષેત્રો અને એ કારખાનાઓ જ્યા તેઓ કામ કરે છે ત્યા તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. 
 
 
7. પોલીસ આ વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે. ડીજીપીએ જણાવ્યુ કે સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવવાના બે મામલા નોંધવામાં આવ્યા છે. 
 
8. હુમલા પછી બિન ગુજરાતીઓએના પલાયન વિશે પૂછવામાં આવેલ એક સવાલના જવાબમાં ઝા એ કહ્યુ કે આવનારા તહેવારોને ધ્યાનમાં રાખતા પોતાના મૂળ રાજ્યો માટે રવાના થઈ શકે છે. 
 
9. તેમણે કહ્યુ કે સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર ગાંધીનગરમાં પોલીસ અધિકારીઓને શિબિરનુ આયોજન કરવા અને સ્થાનીક નેતાઓ સાથે સંવાદ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે કહ્ય કે જીલ્લામાં વધુ સુરક્ષા બળ અને વાહનનો બંધોબસ્ત કરવામાં આવ્યો છે. 
 
10. આ દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય ઠાકોરે જાહેરાત કરી કે આ હુમલાને ધ્યાનમાં રાખતા તેમના સમર્થકો વિરુદ્ધ નોંધવામાં આવ્યા. 'ખોટા મામલા' ને જો સરકાર પરત નહી લે તો 11 ઓક્ટોબરથી સદ્દભાવના ઉપવાસ કરશે. 
इस बीच कांग्रेस विधायक अल्पेश ठाकोर ने घोषणा की कि इन हमलों के मद्देनजर उनके समर्थकों के खिलाफ दर्ज किये गये ‘‘झूठे मामलों’’ को यदि सरकार ने वापस नहीं लिया तो वह 11 अक्टूबर से ‘सद्भावना’ उपवास करेंगे.