શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 એપ્રિલ 2017 (15:03 IST)

ફી વધારાને લઈ વાલિમંડળ શાળાના સંચાલકો સામે આંદોલન કરશે

જ્યાં સુધી શિક્ષણ વિભાગ દ્વારા ફી અંગેના નવા નિયમો ઘડવામાં ન આવે ત્યાં સુધી એકપણ રૃપિયો ફી પેટે સ્કૂલોમાં ન ભરવા પેરેન્ટ્સ એસોસિયેશને મન મક્કમ બનાવી લીધું છે. સંચાલકોને તાબે ન થવાના નિર્ણય સાથે હવે આ આંદોલન માત્ર અમદાવાદ પૂરતું સીમિત ન રહે તેના માટે આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલન બનશે. જેના માટે ગુરુવારના રોજ મળેલી કોર કમિટીમાં આખા રાજ્યમાં પેરેન્ટસ્ એસોસિયેશનના હોદ્દેદારો નિમવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેથી કરીને રાજ્યના તમામ જિલ્લામાં વાલીઓને ફી ન ભરવા માટે આહ્વાન કરી જાગ્રત કરવામાં આવશે.

શિક્ષણનો વેપાર ચલાવતાં સંચાલકોને કંન્ટ્રોલ કરવા માટે રાજ્ય સરકારે ફી નિયમન બિલ લાવ્યું છે ત્યારથી લઈને આજદિન સુધી નફ્ફટ સંચાલકો ચાલુ વર્ષની ફી ઉઘરાવાવ માટે અવનવા પેતરા ઘડી રહ્યાં છે. પરંતુ સંચાલકોને મચક ન આપવા પેરેન્ટ્સ એસોસિયેશન મેદાને પડયું છે. આંદોલન માત્ર અમદાવાદ પૂરતંુ મર્યાદિત ન બની રહે તેના માટે આખા રાજ્યમાં પેરેન્ટ્સ એસોસિયેશના હોદ્દેદારો નિમવાની કામગીરી હાથ ધરાઈ હોવાનું કોર કમિટીની બેઠકમાં જણાવ્યું હતું. પહેલી મેથી શાળાઓમાં ઉનાળુ વેકેશન પડવાનું છે પરંતુ વાલીઓના આ આંદોલનમાં કોઇ વેકેશન પડાશે નહીં જેથી અઠવાડિયામાં બે શાળાઓ સામે આૃર્યજનક કાર્યક્રમ આપવામાં આવશે. જોકે આગામી સોમવારના રોજ સવારે ૮ વાગે નિરમા વિદ્યાવિહાર સ્કૂલ કાથે સંચાલકોને ગુલાબના ફૂલ આપી સદ્બુદ્ધિ લાવવા ગાંધીગીરીથી વિરોધ કરાશે. તેમજ શિક્ષણના વેપારીકરણના પૂતળાનું દહન કરવામાં આવશે.