શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 ઑગસ્ટ 2019 (12:32 IST)

મેદસ્વીપણું ધરાવતા પોલીસ કર્મચારીઓ માટે ફીટનેસ કેમ્પનું આયોજન કરાશે

પોલીસ વિભાગમાં ભરતી થતી વખતે દરેક પોલીસ કર્મચારી તથા અધિકારીને શારિરીક માપદંડોની કસોટીમાંથી પસાર થવું પડતું હોય છે. ઉપરાંત પોલીસ વિભાગમાં ભરતી બાદની તાલીમમાં પણ તેમની ફીટનેસ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવતું હોવાથી, ભરતી બાદ પોલીસ દળમાં જોડાતા નવા પોલીસ અધિકારી/કર્મચારીઓની ફીટનેસ અને પોલીસમાં કામ કરવા માટે જરૂરી એવું કાયદા સહિતના વિષયોનું જ્ઞાન ખૂબ સારૂ હોય છે. પરંતુ બાદમાં રૂટીન ફરજોમાં રહેતાં પોલીસ કર્મચારીઓ પોતાની ફીટનેસ બાબતે કાળજી લેતાં ન હોવાથી તેમની ફીટનેસ અને પરિણામે તેમનું સ્વાથ્ય સારૂ રહેતું નથી. આવી પરિસ્થિતિમાં રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા પોલીસના માણસો ફીટ અને તંદુરસ્ત રહે તે માટે એક નવા પરિપત્ર રૂપે ફીટનેસ જાળવી રાખવાના ઉમદા વિચારને અમલમાં મૂકવાની શરૂઆત કરી છે. 
ડી.જી.પી.એ કેવડીયા ખાતે યોજાયેલ છેલ્લી ડી.જી/આઇ.જી કોન્ફરન્સમાં માન. વડાપ્રધાન દ્વારા અપાવામાં આવેલી સુચનને ટાંકી આજરોજ પોલીસ વિભાગના ડી.જી.પી. થી લઇને લોકરક્ષક સુધીના તમામ પોલીસ અધિકારી/કર્મચારીઓની શારિરીક ફીટનેસ માટે તથા તેમના પોલીસ વિભાગની કામગીરીને લગતાં વિષયોના જ્ઞાનાને અપટુડેટ રાખવા માટેની વિગતવારની સુચનાઓ બહાર પાડી છે.આ પરિપત્રમાં દરેક એકમ તથા દરેક જિલ્લા/શહેરમાં તમામ માટે કાયદા અને સંલગ્ન વિષયો જેવા કે ઇન્વેસ્ટીગેશન, ટ્રાફીક મેનેજમેન્ટ, ટેક્નોલોજી, કમ્યુનીટી પોલીસીંગ, બોર્ડર સિક્યુરીટી, આંતકવાદ વિરોધી કાર્યવાહી જેવા અલગ-અલગ વિષયો ઉપર તાલીમ અપાવા માટેનું ૧૫મી ઓગસ્ટથી શરૂ કરીને તેનું વિગતવારનું ટ્રેનીંગ કેલેન્ડર બનાવવા સુચના આપવામાં આવેલી છે. દરેક પોલીસ હેડક્વાર્ટર ખાતે આવી તાલીમ દર માસે રાખવાની અને તેનો ડી.જી.પીને અહેવાલ પાઠવવા જણાવવામાં આવેલ છે.તેવી જ રીતે દરેક કક્ષાના પોલીસ કર્મચારીની શારિરીક ચુસ્તતા જાળવી રાખવા અને તેમના સ્વાસ્થ્યનું નિયમિત રીતે ચેકઅપ કરાવવામાં પણ સુચના આપવામાં આવેલી છે.