ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 ઑક્ટોબર 2021 (22:05 IST)

દારૂના અડ્ડાઓને શોધી કાઢવા ગુજરાત પોલીસે લીધી ડ્રોન કેમેરાની મદદ

ગુજરતના વડોદરાના બહારે વિસ્તારમાં ચાલી રહેલા દેસી દારૂના અડ્ડાઓને શોધવા માટે પોલીસે ડ્રોન કેમેરનો ઉપયોગ કર્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે લોકોની નજરથી દૂર આ વિસ્તારોમાં દારૂના અડ્ડાઓનું ક્રાઇમ બ્રાંચના એક અભિયાન દરમિયાન શોધી કાઢવામાં આવ્યા છે તથા તેમને નષ્ટ કરવામાં આવ્યા. ક્રાઇમ બાંચ્રએ આ કાર્ય માટે પાંચ ટીમો બનાવી હતી. 
 
તેમણે કહ્યું કે ભલિયાપુર, બિલ, વડસા, રાનોલી તથા છની જેવા વિસ્તારોને શોધી કાઢવા માટે ટીમો બનાવી હતી. ડ્રોન કેમેરાની મદદથી દેશી દારૂના અડ્ડાઓને શોધી કાઢ્યા છે. લગભગ 113 લીટર દારૂ અને તેને બનાવવામાં ઉપયોગમાં આવનાર વસ્તુઓને નષ્ટ કરવામાં આવી જેની કિંમત 20,604 રૂપિયા હતી. 
 
તેમણે જણાવ્યું હતું દારૂ બંધીના લીધે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યા છે. ગુજરાતમાં 1960થી દારૂબંધીનો કડક કાયદો છે અને તેના હેઠળ દારૂના વેચાણ અને સેવન પર પ્રતિબંધ છે.