રાજ્યસભાની ચૂંટણી માટે રૃ. ૭૦૦ કરોડથી વધુનો સટ્ટો ખેલાયો

બુધવાર, 9 ઑગસ્ટ 2017 (12:24 IST)

Widgets Magazine


સામાન્ય રીતે જોવા જઈએ તો ક્રિકેટ મેચ તથા લોકસભા કે વિધાનસભા જેવી ચૂંટણીઓમાં ભારે સટ્ટા ખેલાતા હોય છે ત્યારે ગુજરાતમાં કોણ જીતશે તેના પર 700 કરોડ રૂપિયાથી પણ વધારે રકમનો સટ્ટો ખેલાયો હોવાનું મીડિયા રીપોર્ટમાં જાણવા મળ્યું છે. આ અંગે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર છેલ્લા સાત દિવસ દરમિયાન રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતના ચારેય ઉમેદવારના ભાવમાં સતત વધ-ઘટ જોવા મળી હતી.

સોમવારે મોડી રાત સુધી અમિત શાહના વિજય માટે ૫૦ પૈસાનો, અહેમદ પટેલના વિજય માટે ૧.૩૦નો, સ્મૃતિ ઇરાનીના વિજય માટે રૃ.૨નો જ્યારે બળવંતસિંહ રાજપૂતના વિજય માટે રૃ. ૩નો ભાવ ચાલી રહ્યો હતો. આ પછી મંગળવારે પરિણામ દરમિયાન ભાવમાં છેલ્લા સાત દિવસમાં જોવા મળી ન હોય તેવી ઉથલપાથલ જોવા મળી હતી. મોડી સાંજે કેટલા ધારાસભ્યોએ ક્રોસવોટિંગ કર્યું, ઇલેક્શન કમિશન કોની પેરવીમાં ચુકાદો આપશે તેના માટે પણ સટ્ટો ખેલાયો હતો. જેના કારણે રાજ્યસભાની ચૂંટણી માટે સમગ્ર દેશમાંથી રૃ. ૭૦૦ કરોડથી વધુનો અભૂતપૂર્વ સટ્ટો ખેલાઇ ચૂક્યો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાત રાજ્યસભા ચૂંટણી - અહેમદભાઈ પટેલ,અને ભાજપના અમિતભાઇ શાહ તથા સ્મૃતિ ઈરાનીનો વિજય

આજે રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠકો માટે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 2 ખાતે મતદાન યોજાયું ...

news

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીના પરિણામનો મામલો ગૂંચવાયો.

જીતુ વાઘાણીએ કોંગ્રેસ દ્વારા મતદાન રેકોર્ડિંગનો વીડિયો જોવાની અને તેની ઓફિસિયલ કોપી ...

news

Amit shah vs Ahmed Patel - 7 કોંગ્રેસ MLAs એ કર્યુ ક્રોસ વોટિંગ.. કાઉંટિંગ શરૂ..

ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ ખાલી સીટો માટે મંગળવારે વોટિંગ ખતમ થઈ ગયુ.. બધા 176 ધારાસભ્યોએ ...

news

Video - જુઓ અનોખી બેંક - સ્ટેટ બેંક ઑફ ટોમેટો

જી હા ટામેટાના વધતા ભાવને કારણે હવે ટામેટા બેંકના સમાચાર પણ વાયરલ થઈ રહ્યા છે. છેલ્લા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine