શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 માર્ચ 2017 (15:49 IST)

ઓડકાંડની 15મી વરસી: એ સમયે અનેક પરિવારોના સપના ચકનાચૂર થયાં હતાં

રાજ્યભરમાં વર્ષ 2002 દરમિયાન ગોધરાકાંડની ઘટના બાદ ઠેર-ઠેર ફાટી નીકળેલાં તોફાનની જ્વાળામાં ઓડના પણ કેટલાક પરિવારોના અરમાન હોમાઇ ગયાં છે. 1લી માર્ચ, 2002ના રોજ સુરી ભાગોળમાં થયેલી ધમાલમાં 32 જેટલી વ્યક્તિને સજાપડી છે અને તેઓ હાલ જેલવાસ ભોગવી રહ્યાં છે. પરંતુ તેઓના પરિવારની આજે હાલત ખાસ્સી ખરાબ છે. તેમના ઘરની મહિલાઓ દારૂણ સ્થિતિમાં જીવન ગુજારી રહી છે.

હાલ તેમના ખબર અંતર પુછવા પણ કોઈ આવતું નથી. ઓડમાં થયેલી ધમાલના કારણે મોટાભાગના પરિવારો વેરવિખેર થઇ ગયાં છે. જે પૈકીના આઠેક પરિવારોના મોભી જેલમાં હોવાથી દારૂણ સ્થિતિમાં જીવન નિર્વાહ કરી રહ્યાં છે. તેમની વહારે હિન્દુવાદી ગણાવતી એક પણ રાજકીય પાર્ટી કે સંસ્થા મદદે આવી નથી. હિન્દુવાદના વાવળમાં સ્ત્રીઓના સુહાગ હાલ જેલમાં સબડી રહ્યાં છે. તે મહિલાઓ તેમના બાળકો તેમના મા - બાપ હાલ અત્યંત ગરીબાઇમાં જીવન જીવી રહ્યાં છે. પેટનો ખાડો પુરવા માટે મહિલાઓને રાખડીઓ બનાવી, માળાઓ બનાવી કે કપ રકાબીની ફેક્ટરીમાં મજુરી કરવી પડી રહી છે. 

ઓડકાંડમાં જેલવાસ ભોગવતાં પ્રકાશભાઈ પટેલનું હાલમાં જ જેલમાં મૃત્યુ નિપજ્યું હતું. તેઓની રોજીમાં એક પાનનો ગલ્લો હતો. જે પાંચ વર્ષથી જેલમાં જવાના કારણે બંધ થઇ ગયો હતો. તેમના પત્ની દર્શનાબહેન કપ – રકાબીની ફેક્ટરીમાં છૂટક મજુરીકામ કરી દીકરા યશ અને અમનનો અભ્યાસનો ખર્ચ તથા જીવન નિર્વાહ કરી રહ્યાં છે. દર્શનાબહેને જણાવ્યું હતું કે ‘સરકાર અને સમાજ બંનેએ તેમને તેમના હાલ પર છોડી દીધા છે.