1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 11 એપ્રિલ 2023 (10:59 IST)

ગુજરાતનો સૌથી સુંદર બીચ ખતરામાં- ગમે ત્યારે ડૂબી જશે તેવો રિપોર્ટમાં ખુલાસો

Shivrajpur beach
Shivraj Blue Flag Beach-  ગુજરાતનો સુંદર શિવરાજપુર બીચ (Shivrajpur Beach) આવનારી પેઢી માટે ગાયબ થઈ જશે. 
 
દેવભૂમિ દ્વારકા સુંદર શિવરાજપુર બીચ Shivrajpur Beach ધોવાઇ ગયો છે.  2020માં આ બીચને બ્લુ ફ્લેગની માન્યતા મળી છે. આ બીચના  32 હજાર 692 સ્ક્વેર મીટરનું ધોવાણ થઈ ચૂક્યું છે. જ્યારે 2 હજાર 396 સ્ક્વેર મીટરમાં કાદવ-કીચડ ભરાયેલો છે.

દેશમાં સૌથી વધારે ગુજરાતમાં 537.5 કિલોમીટરના દરિયાકાંઠાનું ધોવાણ થયાનું ખુદ સરકારે પણ સ્વીકાર કર્યા છે . આ દરિયાકાંથે આશરે 2,396 સ્ક્વેર મીટરમાં કાદવ-કીચડ ભરાઈ ગયો છે. દરિયાઈ કિનારો પર્યાવરણની દૃષ્ટિએ ખતરામાં છે જો આવું થશે તો દરિયા કાંઠે રહેતા લોકોના જીવન પર મોટી અસર પડશે. માછીમારી કરતા લોકો મુશ્કેલીમાં મુકાશે. સમુદ્રનું સ્તર વધશે તો ખતરો વધશે.